હુમલો:બાઉન્ડ્રી પરથી બોલ લાવવાની ના પાડતા યુવકના માથામાં બેટ મરાયું

નવાગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણપારડીની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવક હાલ ICUમાં

કામરેજનાં ધોરણ પારડી ગામે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં ક્રિકેટ રમતા એક યુવાને બીજાને બાઉન્ડ્રી પરથી બોલ લઇ આવવા કહેતા, જે યુવકે ઇન્કાર કરતા તેના માથામાં બેટ મારી દેતા લોહીલુહાણ હાલતમાં યુવાનને કામરેજની સીટી લાઇફ કેર હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરાયો હતો.

કામરેજ નાં ધોરણપારડી ગામનાંં ડેરી ફળીયા અનેે પારસી ફળીયાનાં યુવાનો ગાયપગલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર તા. 1લી જાન્યુઆરીના રોજ ક્રિકેટ રમવા ગયા હતા. ડેરી ફળીયામાં રહેતો ધર્મેશ ઉર્ફે ધવલ મહેશ વસાવા તેનાંં મોટાભાઇ પ્રફુલ્લ વસાવા સાથેે ગયેલો હતો. બપોરના બે વાગ્યાનાંં અરસામાં ગામનાં પારસી ફળીયામાં રહેતા ધવલ નટવર વસાવાએ ધર્મેશને ગ્રાઉન્ડની બહાર બાઉન્ડ્રી પરથી બોલ લઇ આવવા કહેતા ધમેશે ના પાડી હતી. જેથી ધવલે ઉશ્કેરાઈ જઈ ધર્મેશને નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પ્રફુલ્લ તથા બીજા છોકરાઓએ ધવલનેે સમજાવી છુટાં પાડ્યા હતા, અને થોડી વારમાં ધવલ નટવર વસાવા હાથમાં લોખંડનો પાઇપ લઇને આવ્યો હતો, તથા તેનાં મિત્રો શીવો રણજીત ઉર્ફે મુન્નો વસાવા બેટ લઇને તથાં બીજો મિત્ર વિશાલ મોહન રાઠોડનાં હાથમાં લાકડી હતી. અને ચોથો લાલુ અભિસિંગ વસાવાએ આવી ફરીથી ઝઘડો કરી નાલાયક ગાળો આપી શીવો રણજીત ઉર્ફે મુન્ના વસાવાએ ધર્મેશને માથામાં બેટ મારી દેતા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેમજ સુમિત વિક્રમ વસાવા છોડાવવાં વચ્ચેે પડતા ધવલ નટવર વસાવાએ તેનેે પગમાં જાંઘનાં ભાગેે લોખંડનાંં પાઇપનાંં સપાટા માર્યા હતા, અનેે હવેે પછી ગામમાં દેખાયા તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયાં હતા.

ઘાયલ ધર્મેશને તેની મમ્મી કુસુમબેન ખોલવડ દીનબંધુ હોસ્પિટલમાં લઇ ગઇ હતી. ત્યાથી વધુ સારવાર માટે સીટી લાઇફ કેર હોસ્પિટલ કામરેજમાં આઇસીયુમાં દાખલ કયો હતો. કુસુમબેન મહેશભાઇ વસાવાએ (રહે ડેરી ફળીયું ધોરણ પારડી)નાએ શીવો રણજીત ઉર્ફે મુન્નં વસાવા, ધવલ નટવર વસાવા, વિશાલ મોહન રાઠોડ (ત્રણેે રહે પારસી ફળીયું ધોરણ પારડી) તથા લાલુ અભિસિંગ વસાવા (ડેરી ફળીયું) સામેે કામરેજ પોલીસ મથકે ફરિયાદ આપતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...