આપઘાત:પત્ની પુત્ર સાથેે પિયર જતી રહી, આવવા ના પાડતા પતિએ ફાંસો ખાધો

નવાગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કામરેજ તાલુકાના વાવ ગામે સૂર્યદર્શન સોસા.ની ઘટના

વાવ રહેતા યુવકની પત્ની પુત્ર સાથે પિયર જતી રહી હતી.પત્નીને ફોન કરીને બે દિવસ પછી લેવા આવવાનું જણાવતા પત્નિએ ના પાડી હતી તથા સસરાએ પણ હું મારી દિકરીનેે મોકલવાનો નથી, થાય તેે કરી લેજો. જેથી મનદુખ થતાં ફાંસો ખાધો હતો. કામરેજના વાવ ગામની સુર્યદર્શન સાયલંટ સિટી સોસાયટીમાં રહેતાં વિશાલગીરી લક્ષ્મણગીરી ગૌસ્વામીની પત્નિ કાજલબહેન સાત માસનાં પુત્રને લઇનેે અઠવાડિયાથી પિયર ચાલી ગઇ હતી. 10મી જુલાઈએ વિશાલેે પત્નીનેે ફોન કરી બે દિવસ પછી લેવા આવવાનું જણાવતાં કાજલેે પરત આવવાની ના પાડી દીધી હતી.

તેમજ કાજલનાં પિતા જયંતિગીરી ગૌસ્વામીએ પણ હું મારી દિકરીનેે તમારે ત્યાંં મોકલવાનો નથી. તમારે થાય તેે કરી લેજો તેવી ફોન પર વાત કરતાં રાત્રે દસેક વાગે ઘરે આવી વિશાલે માતા પુષ્પાબહેન અનેે મોટાભાઇ નિતીન સાથેે ઝઘડો કરી ઉપરનાં માળે બેડરૂમમાં ચાલી જઇ અંદરથી લોક કરી દીધો હતો અને રાતેે પુષ્પાબહેન પાણી આપવા જતાંં વિશાલે દરવાજો નહીં ખોલતા અને જવાબ નહીંં આપતાં દરવાજો તોડી જોતા વિશાલ પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. 108ને ફોન કરી બોલાવતાંં મરણ જાહેર કર્યો હતો.યુવકના ભાઇએ પોલીસમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...