દુર્ઘટના:બાઇક સ્લીપ થતાં મહિલાનાં હાથ પરથી ટ્રક ફરી, કાપવાની નોબત

નવાગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત અમરોલીનાંં હરસિદ્ધિ એપાર્ટમેન્ટ બ્લોક નં એ જી 05માં રહેતા નીકુંજ હસમુખભાઇ લીંબાચિયા પોતાની માતા કલ્પનાબહેન હસમુખભાઇ લીંબાચિયા (47) સાથેે ઇગ્નેટર હીરો મો. સા.નં (GJ-05KQ-3122) પર તા. 9 જુલાઈનાં સવારે 10.30 કલાકેે પોતાનાં ઘરેથી નીકળી કડોદરા રહેતી માસીનેે ત્યાં જવા નીકળ્યા હતા અને 11.30 કલાકે ઉંભેળ સર્વિસ રોડ પરથી પસાર થતાંં હતાં.

ત્યારે અચાનક બાઇક સ્લીપ થઇ જતાં કલ્પનાબહેન રોડ પડ્યા હતા. જેમનાં જમણાં હાથ પરથી પાછળથી આવતી ટ્રક નં (MH- 09 CU- 6761) ફળી જતાં હાથમાંથી માંસ બહાર આવી ગયું હતો. કલ્પનાબહેનને 108માં સુરતની યુનીટી હોસ્પિટલમાં લઇ જવાતાં જમણો હાથનો કોણીનો ઉપરનો ભાગ કાપવાની ફરજ પડી હતી.નીકુંજ હસમુખ લીંબાચિયાએ ટ્રક ચાલક મીલીંદ વસંત સુતાર (રહે. 372 ઇ વોર્ડ કાટકર મોલ 14મી ગલી કોલ્હાપુર મહારાષ્ટ્ર) સામે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...