તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે સ્પેશિયલ:રોજના 300 રૂપિયા કમાતા દીકરાએ 3 લાખ વ્યાજે લઈ માતાને સ્વસ્થ કરી

નવાપુર3 મહિનો પહેલાલેખક: નિલેશ પાટીલ
  • કૉપી લિંક
નવાપુરમાં માતાની સેવા કરતો દીકરો - Divya Bhaskar
નવાપુરમાં માતાની સેવા કરતો દીકરો
  • બીજી તરફ દીકરાના આ માતૃપ્રેમ સામે કોરોના હાર્યો

ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં 54 વર્ષીય મીનાબહેન રાજેન્દ્ર પાટિલ કોરોના સંકર્મીત થયા હતાં. નવાપુર સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની પૂરતી સુવિધાઓ ન હતી. જેથી તેમને ખાનગી હોસ્પિટમાં લઇ જવા પડ્યા હતા.પરંતુ ત્યા પણ તબીબોએ મીનાબહેનને ગુજરાત લઈ જવા કહ્યું ત્યારે દીકરાએ અડધી રાત્રે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી બારડોલીની લઇ આવ્યો હતો.

જ્યા તેમના ફેફસામાં 70 ટકા ઇન્ફેક્શ હોવાને કારણે સારવારમાં લાખો રૂપિયા ખર્ચ થશે એમ જણાવ્યું હતું. છતાં રોજના 300 રૂપિયા કમાતા દીકરા નિલેશે ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધાં અને માતાએ સારવાર શરૂ કરાવી હતી. અને હોસ્પિટલમાં આઠ દિવસ સુધી સારવાર ચાલુ રહી. બીલ સાડા ત્રણ લાખ રૂપિયા હતું. પરંતુ દીકરાના અતૂલ્ય માતૃપ્રેમ સામે આખરે કોરોના પણ પરાસ્ત થવું પડ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...