કોરોના અપડેટ:બીજા દિવસે પણ સુરત અને તાપી જિલ્લામાં કોરોના શૂન્ય

માયપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ સુરતમાં 8, તાપીમાં 3 કેસ એક્ટિવ

સતત બીજા દિવસે સુરત અને તાપી જિલ્લામાં કોરોનાનો નવો કોઇ કેસ ન નોંધાતા રાહત અનુભવાઇ છે. સુરત જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ નોંધાયો નથી, જિલ્લામાં હાલ માત્ર 8 જ દર્દી સારવાર હેઠળ છે, જિલ્લામાં રવિવારે કોઈ દર્દીનું મરણ કોરોનાથી થયું નથી. જ્યારે એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી.

તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજે તા 21 મી નવેમ્બરના દિવસે તાપી જિલ્લાના સાત તાલુકાઓમાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ આજના દિને નોંધાયો નથી, તાપી જિલ્લામાં હાલ માત્ર ત્રણ જ દર્દી સંક્રમિત આવતા સારવાર હેઠળ છે, જેમાં ડોલવણ તાલુકામાં બે અને વાલોડ તાલુકામાં એક મળી કુલ ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ તાપી જિલ્લામાં આજે કોઈ દર્દીનું મરણ કોરોનાથી થયું નથી.

અન્ય સમાચારો પણ છે...