તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કામરેજ ખાતે રહેતા અને પશુ લે વેચનો ધંધા કરતાં ઈસમ વાલોડથી ધંધાનાં 2.50 લાખ લઇને કારમાં નીકળેલા વેપારીની કારનો અન્ય કારે બારડોલીથી કામરેજ સુધી પીછો કર્યો હતો. ત્યાર બાદ યુવક પોતાના ઘરે પહોંચતાં અન્ય બીજી બે કારમાં આવેલા સાગરીતો સાથેે કામરેજ ઘરનાં બારણે આવી મારમારી રૂપિયા લૂંટી ફરાર થઇ ગયા હતા.કામરેજના નનશાડ રોડ પર દાદા ભગવાન મંદિર સામે રહેતા અને મુળ રાજસ્થાનનાં બસરા ગામ તા થામપર જી બાડમેરનાં હાદીખાન સુઝાનખાન આલીસર (સીંધી) પશુ પાલન અનેે પશુ લે વેચનો ધંધો કરે છે.
હાદીખાને વાલોડ તાલુકાનાં કમાલખાન ગાલબખાન આલીસરને 2.50 લાખમાં 3 ભેંસ વેચી હતી. તા 5 ફેબ્રુઆરીના રોજ કાકાના દિકરા ગનીખાન બુરાનખાન આલીસર સાથેે સંબંધીની સ્વીફટ કાર નં (GJ 19AF 4011) લઇને જામણીયા ગયા હતા અને ત્યાંથી પ્લાસ્ટિકની થેલીમાં મુકેલા 2.50 લાખ રૂપિયા ગાડીની પાછળની સીટ ઉપર મુકી પાછાં ફરતા હતાં. ગાડી હાદીખાન ચલાવતો હતો અને ગની બાજુમાં બેઠો હતો. બંને બારડોલી એસ ટી ડેપો થી પસાર થતા હતા ત્યારે એક સફેદ કલરની કાળા કાચવાળી ગાડી નં (GJ -19 1544)એ પીછો કરવાનું શરૂ કરતા હાદીખાને બારડોલી સુગરથી મોતાથી સેવણીથી કોસમાડીથી વાવ ઉદ્યોગનગર તરફથી પુર ઝડપે ભગાવી હતી.
તેમ કાળા કાચવાળી ગાડીએ પણ પીછો કર્યો હતો, જેથી હાદીખાને ઉદ્યોગનગરથી રોંગ સાઇડ દાદાભગવાન મંદિર તરફ આવતા કામરેજ તરફથી એક કાળા કલરની ફોરચ્યુનર ગાડી તથાં બીજી એક સિલ્વર કલરની સ્વીફટ ગાડી ધસી આવી હતી. તેમજ હાદીખાન ઘરે આવી તેના કાકા ઉમરખાન સૈલાખાન આલીસર તથા ફોઇનાં દિકરા વાઘાખાન અબ્દુલખાન આલીસર સાથે વાત કરતો હતો. ત્યારે રહેણાંક સુધી પીછો કરીને આવેલા ગાડી નં (GJ -19 -1544)માંથી મોતીભાઇ રબારી( રહે. મોરાભાગળ સુરત) તથા નવાઝખાન મુસ્તાકખાન પઠાણ (રહે. નાની નરોલી માંગરોળ) તથા બીજા આઠેક માણસો ઉતર્યા હતા.
ગાળાગાળી કરી બુમ બરાડાપાડી હાદીખાન તથા વાઘાખાન પર લાકડી અને પથ્થરથી હુમલો કર્યો હતો. તેમજ ઘરનાં બીજા માણસો છોડાવવા વચ્ચેે પડતા તેઓને પણ લાકડીનાં સપાટા માર્યા હતા. મોતી રબારીએ લાકડીનાં સપાટા મારી ગાડીનાં કાચ તોડી નાંખ્યા હતા. મારથી બચવા હાદીખાન અને વાઘાખાન ઘરનાં વાડા તરફ ભાગ્યા હતા દરમિયાન મોતી રબારી અને બીજાઓએ ગાડીમાં મુકેલા 2.50 લાખ રૂપિયા લૂંટી ભાગી ગયા હતા. જે તમામ દસ ઇસમો વિરુદ્ધ લૂંટની ફરિયાદ કામરેજ પો.સ્ટે .નોંધાવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.