રહસ્ય અકબંધ:ખડસદથી મળેલા ત્રણ બાળકના મોતનુું રહસ્ય હજી પણ અકબંધ

નવાગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ કડીઓ જોડવા વધુ CCTV ફૂટેજ શોધી રહી છે

સુરત શહેરના મોટા વરાછા ખાતે બાંધકામની સાઈડ પર મજૂરી કામ માટે મહારાષ્ટ્રથી મજૂરી કામ કરવા માટે સુરેશ કૈલાશ વલક પોતાના ત્રણ બાળકોને લઈને આવ્યો હતો. 14મીના સુરેશનું માથામાં ઈજાને કારણે મોત નીપજ્યું હતું. ત્યારબાદ 17મી નવેમ્બરના રોજ કામરેજ તાલુકાના ખડસદ ગામનાંં કૃત્રીમ તળાવમાંથી સુરેશના ત્રણ બાળકોનાં પાણીમાં તરતા મૃતદેહ મળી આવ્યા હતા. જેની ઓળખમાં 12 વર્ષની બાળકી ગ્રેસી, 6 વર્ષની બાળકી રૂક્ષ તથા 3 વર્ષનાં બાળક મોક્ષ તરીકેે મહારાષ્ટ્ર આવેલા બાળકોના કાકા એ કરી હતી.

ત્રણેય બાળકોનાં મૃતદેહનું સુરત સિવિલમાં ફોરેન્સિક પી એમ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેયનાં ડાઉનિંગ કેમીકલ સેમ્પલ લેવામાં આવ્યા હતા અનેે બાળકીઓનાં રેપ થયા છે કે નહીં તે માટેનાં સેમ્પલ લઇને તપાસ હાથ ધરાઇ છે. પોલીસ ગુનો ઉકેલવા માટે વિવિધ સીસીટીવીના ફૂટેજો ચકાસવાની કામગીરી હાથ ધરી છે. વધુમાં કામરેજ પોલીસ પાસેથી જાણવા મળતી વિગત મુજબ બાળકોના પિતા ખડસદ ગામે આવી પાછાં ફરતી વખતે તેની સાથેે બાળકો ન હતા. તે અગાઉનાં સીસીટીવી ફુટેજ મેળવવાનાં પ્રયત્નો ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...