કાર્યવાહી:ખોલવડની લીસ્ટેડ બુટલેગર ફાતિમાએ મંગાવેલો દારૂ ઝડપાયો

નવાગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1,32,000નો મુદ્દામાલ કબજે લેવાયો

કામરેજ તાલુકાના ખોલવડની લિસ્ટે બુટલગેર ફાતિમાએ મંગાવેલ વિદેશી દારૂનો જથ્થો બાતમી આધારે રીક્ષામાંથી ઝડપી પાડેલ હતો. 57,500નો દારૂ રૂ રીક્ષાની કિં.65,000 રૂપિયા મળી કુલે 1,32,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ રીક્ષા ચાલક રફીક ણોહમદ મુલચાનીની અટક કરી હતી. તથા ફાતિમા જાવેદ ઉફેે નૈની પઠાણને વોન્ટેડ જાહેર કરી હતી.

મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના ખોલવડ ખાતેે રહેતી લીસ્ટેડ બુટલેગર ફાતીમા જાવેદ ઉફેે નૈની પઠાણ પીપોદરાં તરફથી રીક્ષા નં (GJ- 05 BY- 9934)માં ઇંગ્લીશ દારૂનો જથ્થોં ભરાવી પોતાનાંં ઘરેે લાવવાની છે.

જે બાતમી આધારે ખોલવડ બીટ જમાદાર હેમંત પરમારે કામરેજ પોલીસની ટીમે અમદાવાદથી મુંબઇ જતા નેહા 48 ચોર્યાસી ગામની સીમમાંથી પસાર થતી બજાજ સીએનજી રીક્ષામાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટનાં વિદેશી દારૂ વહન કરતા ચાલક રફીક મોંહમદ મુલતાની (37) (રહે. બસ સ્ટેશનની પાછળ મસ્જીદની બાજુમાં ખોલવડ )નેે ઝડપી લઇ રીક્ષામાંથી વ્હીસ્કી તથા વોડકાની કુલ બાટલી નંગ 543 કિં. 57500નો માલ કબ્જે કર્યો હતો.

રીક્ષાની કિં.65000 તથા આરોપીનો ફોન કિં 10,000મળી કુલ 1,32,500રૂપિયાનો મુદ્દામાલ કબ્જેે લઇ અટક કરી હતી. ફાતેમા જાવેદ ઉર્ફે નૈની પઠાણ (રહે. રહેમતનગર ખોલવડ), ખોલવડ ગામ બસસ્ટેન્ડ પર રીક્ષામાં બેઠેલો ઈસમ, પીપોદરા ખાતે આઇસર ટેમ્પોનો ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. રીક્ષા ચાલકેે કબુલાત કરી હતી કે આજેે સવારે બાજુમાં રહેતી ફાતામાં પઠાણેે જણાવેલ કે ખોલવડ બસ સ્ટેન્ડ પર બેઠેલ ઇસમ સાથે તારી રીક્ષામાં પીપોદરા જઇ દારૂ લઇ આવ જેથી રીક્ષામાંં પીપોદરા ગયા હતાં.

ત્યાં અજાણ્યોં ઇસમ રીક્ષા લઇ થોડે દુર આઇસર ટેમ્પો પાસેે ગયો હતો, અને રીક્ષામાં દારૂ ભરી આપી ગયો હતો. જે ખોલવડ બસ સ્ટેન્ડ પર ઉભેલો અજાણ્યો ઇસમ તથા પીપોદરા ખાતેથી દારૂ ભરી આપનાર આઇસર ટેમ્પોના ચાલકને વોન્ટેડ જાહેર કયો હતો.

અન્ય સમાચારો પણ છે...