ફરિયાદ:તબેલામાં કામ કરતા મજુરો જ કબાટમાંથી રોકડ લઇ છુમંતર

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવ ગામે આવેલા તબેલામાં બનેલી ઘટના

મળતી વિગત અનુસાર પાસોદરા પાટીયા પાસેે રહેતા જગદીશભાઇ રેવાભાઇ ભુવાનો વાવ ગામ હરિધામ સોસાયટીની પાછળ બાપાસિતારામ ઢોરનો તબેલો આવેલો છે. જેમાં ગાયો દોહવા અનેે મજુરી કામ કરવા ત્રણેક મહિનાથી ત્રણમજુરોને ગોલ્ટુ રામશંકર યાદવ (રહે. કાન્હા છાપરાં ગામ તા જી આરા બિહાર), બીગન સીતારામ યાદવ, ચંદન યાદવને કામે રાખ્યા હતા. જે તબેલામાં જ રહેતા હતા.

તારીખ 12મી એપ્રિલની રાત્રે દસેક વાગેે જગદિશ ભુવાએ દૂધનાં હિસાબનાં આવેલાં રૂપિયા 25000 ઓફિસના કબાટમાં મુકી કબાટ અનેે ઓફિસનેે તાળું મારી ઘરે ગયા હતા. જે રૂપિયા કબાટમાં મુકતા મજુરોએ જોયા હતા. બીજેે દિવસેે સવારેે જગદિશ ભુવા તબેલા પર આવતા મજુરો જોવા મળ્યા ન હતા. તથા ઓફિસમાં જોતા કબાટનો લોક તુટેલો હતો અનેે અંદર મુકેલા 25000 રૂપિયા પણ ચોરાઇ ગયા હતા. જેથી જગદિશ ભુવાએ તબેલામાં કામ કરતા ગોલ્ટુ રામશંકર યાદવ બીગન સીતારામ યાદવ ચંદન યાદવ તથા સાથેનાં બીજા માણસો વિરૂદ્ધ રૂપિયા 25000 ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...