તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પત્નીને ભગાડી ગયેલો કાકાભાઇ મોબાઈલ લેવા આવતાં પતિએ બાપ દીકરાને ફટકાર્યા

નવાગામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કામરેજ તાલુકાના વિહાણ ગામે રહેતો યુવાન પોતાના કાકાભાઈની પત્નીને ભગાવી લઈ ગયો હતો. ત્યારબાદ યુવક પિતા સાથે પત્નીનો મોબાઈલ લેવા આવતાં કાકાભાઈએ કાકા અને યુવકને લાકડાના સપાટા મારી ઈજાગ્રસ્ત કર્યા હતાં. જે અંગે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વિહાણ ગામે ટાંકી ફળિયામાં રહેતા સંજયભાઈ ગામીત, પત્ની ભરાતી સાથે ત્રણ માસ પહેલા ખંભાળિયા દ્વારકા મજૂરી કામે ગયો હતો. ત્યારે પત્નીનો મોબાઈલ ફોન નિશાળ ફળિયામાં રહેતી કાકી કલાવતીબહેન ગામીતને સાચવવા આપી ગયા હતાં. 2-12-2020ના રોજ પતિ - પત્ની મજૂરીથી પરત ફરતાં 3-12-2020ના સવારસંજય પિતા ખંડુભાઈ અને પત્ની સાથે મોબાઈલ લેવા ગયા હતાં. ત્યારે કાકી ઘરે હાજર ન હોય. કાકાભાઈ મનીષભાઈ ગામીતને ફોન વિશે પૂછતાં મારી મમ્મી રસોડાના કામે ગયા છે. આવે ત્યારે આવજો. પરંતુ મનીષને ફોન શોધી આપવા જણાવ્યું હતું.

ફોન વિશે મને કંઈ ખબર નથી. હું તમારો નોકર નથી, કે તારો મોબાઈલ શોધી આપું. તુ મારી પત્નીને ભોળવીને ભગાડી ગયેલો અને પાછો મોબાઈલ લેવા આવેલ છે. તેમ કહી ગાળો આપી લાકડીથી સંજયને મારવા લાગતાં બચાવવા પિતા ખંડુભાઈ વચ્ચે પડતા તેને પણ માથામાં સપાટા માર્યા હતાં. ઈજા પામેલા ખંડુભાઈને સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ મનીષ ગામીત વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો