તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મોબાઈલમાં પ્રેમિકા સાથેની ચેટ પકડાતા પતિએ પત્નીનું માથુ ફોડ્યું

નવાગામ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોબાઈલ ચેક કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી

કામરેજ તાલુકાના વિહાણ ગામે પત્નીએ પતિનો મોબાઈલ ચેક કરતાં પ્રેમિકા સાથે થયેલ વાત જણાઈ આવતાં પત્નીએ પતિને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્ની કડુ મારી માથુ ફોડી કાઢ્યું હતું અને જણાવ્યું કે મારી મારો મોબાઈલ ફરીથી ચેક કરશે તો જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી.

વિહાણ પોસ્ટ ફળિયામાં સ્મીતાબહેન પ્રિતેશભાઈ પરમાર રહે છે. તેમના લગ્નજીવન દરમિયાન દીકરો અને દીકરી છે. તેઓ પોતાના દિયર અને સાસુ સાથે રહે છે. ગત 17મીના રોજ સવારે સ્મીતા પતિ પ્રિતેશનું વોટ્સઅપ ચેક કરી રહી હતી ત્યારે બારડોલી રહેતી એક યુવતી સાથે વાતચીતની જાણ થઈ હતી. જે અંગે પ્રિતેશને પૂછતાં પ્રિતેશ ઉશ્કેરાઈ ગયો હતો. સ્મિતાએ જણાવ્યું હતું કે આ અંગે અગાઉ આપણું સમાધાન થઈ ગયુ છે. ફરીથી તું તેની સાથે વાતચીત કરે તે મને પસંદ નથી. ગુસ્સે ભરાયેલા પ્રિતેશે સ્મીતાને નાલાયક ગાળો આપી મારમાર માર્યો હતો.

પ્રીતેશે હાથમાં પહેરેલા કડા વડે સ્મિતાનું માથુ ફોડી નાંખ્યું હતું. સ્મિતાએ બૂમાબૂમ કરતાં તેનો દિયર અને સાસુ વચ્ચે પડી બચાવી હતી. પ્રિતેશે સ્મિતાને ધમકી આપી હતી કે હવે પછી મારો મોબાઈલ ચેક કરશે તો તને જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી. ઘટના અંગે સ્મિતાએ પ્રિતેશ વિરુદ્ધ ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો