તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીડિયો વાઇરલ થતા વિવાદ:વનવિભાગની જાણ બહાર વલણ ગામે ગૌચરમાં ઉછેરેલા હજારો નીલગીરીનાં વૃક્ષો કોઈ કાપી ગયું!

નવાગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કામરેજ વન વિભાગની બેદરકારી, ફોરેસ્ટ ઓફિસર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઘટનાથી અજાણ
 • કોઇકે વૃક્ષો કપાયાનો વિડિયો વાયરલ કરતા વનઅધિકારીઓ સફાળા જાગી સ્થળ પર ચકાસણી કરવા દોડ્યા

કામરેજ તાલુકાના વલણ ગામે ગૌચરની જમીનમાં વનવિભાગ દ્વારા નિલગીરીના હજારો રોપા રોપાવામાં આવ્યા હતાં, જે રોપા કાપણી લાયક થઈ જતાં કોઈ વિરપ્પનો દ્વારા તેને કાપીની લઈ ગયા છે. જે અંગેની જાણ વનવિભાગને થતાં વનવિભાગ દોડતું થયું છે. સુત્રોથી જાણવા મળતી વિગત મુજબ કામરેજ તાલુકાનાં વલણ ગામે ગૌચરણની બ્લોક નં.111ની ફાજલ જમીન જેનું ક્ષેત્રફળ 1-64-19 પર કામરેજ તાલુકા વન વિભાગ દ્વારા વર્ષ 2013-14 માં સરકારી ખર્ચે નીલગીરીનાં હજારો રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે માટે વલણ ગ્રા.પં.માં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. જે રોપાઓ સમય જતા કાપણી લાયક મોટા થઇ ગયા હતા જેની કિંમત લાખો રૂપિયા થવા જાય છે.

આખું જંગલ કોઈ સાફ કરી ગયું
તાજેતરમાં જાન્યુઆરી 2021નાં છેલ્લા અઠવાડિયામાં કોઇ અજાણ્યા ઇસમોએ કાપી લઈ જઇ સગેવગે કરી નાંખ્યા હતા. આખુ જંગલ સફાચટ કરી નાંખ્યું હતું. વૃક્ષ કટીંગનું લાઇવ રેકોર્ડિંગ કોઇ અજાણ્યા શખ્સે ઉતારી વન વિભાગને મોકલતા વનવિભાગનાં અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને વલણ ગામે દોડી ગયા હતા. ગ્રામ પંચાયત કચેરીએ સરપંચ બિપીન પટેલ તથા ઇન્ચાર્જ તલાટી તથા કેટલાક ગામ આગેવાનોને તેડાવી ઘટનાની જાણકારી મેળવવા કોશિશ કરી હતી, પરંતુ સૌએ ઘટનાથી અજાણ હોવાનું ગાણું ગાયુ હતું.

ગામના સરપંચે પણ હાથ અધ્ધર કર્યા
જો કે વનવિભાગ દ્વારા ઉછેરેલા સરકારી વૃક્ષોની દેખરેખ રાખવાની જવાબદારી ગામનાં સરપંચની હોય સરપંચે પણ ઘટનાથી અજાણ હોવાનું જણાવી હાથ ઉંચા કરી દીધા હતા.ગામમાં અઠવાડિયા સુધી હજારોની સંખ્યામાં નીલગીરીનાં વૃક્ષો કપાયા એની જાણ વન ખાતાનાં કોઇ કર્મચારી કે ફોરેસ્ટ અધિકારીને થઇ નહીં એ ખૂબ જ નવાઇની વાત છે.

આટલી મોટી સંખ્યામાં વૃક્ષોનું કટિંગ કોના મેળાપીપણામાં થયું
કેટલાક ગામજનોએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં નીલગીરીનાં વૃક્ષોનું કટિંગ થયું અને કોના મેળાપીપણામાં થયું અને એ માલ ક્યાં સગવગે કર્યો એની તટસ્થ તપાસ થવી જોઇએ. વૃક્ષ ઊછેરથી પંચાયતને શું ફાયદો થયો જેની કિંમત કોને મળવાપાત્ર છે તેની સ્પષ્ટતા થવી જોઇએ. તેમજ જે ઈસમો વૃક્ષ કટિંગ કરી ગયા તેની સામે વનવિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે કે પછી ઢાંકપીછોડો કરી દેવામાં આવશે તે પણ ગામજનોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

હાલ હું રજા પર છું, તપાસ ચાલુ છે
આ બાબતે કામરેજનાં ફોરેસ્ટર સાથે ટેલીફોનીક વાત કરતા હાલ હું રજા પર હોવાની તેમજ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો