ફરિયાદ:મહિલા બુટલેગરે ગાળાગાળી કરી લાફા ઝીકી મારી નાંખવા ધમકી આપી

નવાગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પથ્થરમારો કરનાર બુટલેગર અનેેે તેની દિકરી સામેે ફરિયાદ

નવાગામની હદમાં આવેલા કામરેજ ચાર રસ્તાથી નજીક નેશ ફળીયામાં રહેતી જ્યોતિબહેન ધીરજભાઇ પટેલ હાલ જે ઘરમાં રહે છે. તે ઘરને બનાવનાંં બે મહિના પહેલા કામરેજ ગામ ભૈરવ કોલોનીમાં રહેતી હતી. ઉષાબહેન વીરસીંગભાઇ પટેલે જ્યોતિબહેન પાસે રૂપિયા લેવાનાં બાકી હોવાનો આરોપ મુકી ઘરનું તાળુ મારી દીધું હતું, જેથી જ્યોતિબહેન પરિવાર સાથેે (માતા નર્મદાબહેન, ભાઇ જયેશ તથા રાજેશ તેમજ પુત્ર સ્મિત સાથે ડીંડોલી ગામે રહેતી હોય. તેની માસી ઉર્મિલાબહેને ત્યાં રહેવા ચાલી ગઇ હતી, પરંતુ મકાન જયોતિબહેનની માતાં નર્મદાબહેનને નામે હોય.

વકીલની સલાહ મુજબ તા 31-5-2022નાં સાંજે 6.00 વાગેે આવી ઘરનું તાળુ તોડી રહેવા લાગ્યા હતા. તેની જાણ ભૈરવ કોલોનીમાં રહેતી ઉષાબહેનનેે થતાં ઉષા અનેે તેની દિકરી પદ્માબહેન ઉર્ફે છકુડી તા. 1-6-2022 નાં સવારે નવ વાગે જ્યોતિબહેનનાં ઘરે જઇ ગાળાગાળી કરી હતી. જ્યોતિબહેનનાંં ઘરે મહેમાન તરીકે આવેલ માસી ઉર્મિલાબહેન તથા મામાની છોકરી મનિષાબહેન સાથે પણ ગાળાગાળી કરી અમારા પૈસા અમોને આપી દો. કહેતાં ઉમિલાબહેને અમોને થોડા કંઇ પૈસા આપેલા છે.

જેને આપેલા હોય તેની પાસે માંગ અમારે શું તેમ કહેતા ઉષાબહેને ઉશ્કેરાઇ જઇ વૃદ્ધ ઉર્મિલાબહેનને લાફો મારી દીધો હતો. તેમજ ઉષા અને પદ્માને સમજાવી રહેલા મનિષાબહેનને પણ ઉષાએ લાફો ઝીંકી દીધો હતો. ત્યાર બાદ ઉષા અને પદ્માબહેન ગાળો બોલતી ઘરની બહાર નીકળી ગઈ હતી અનેે ઉષાએ ફળીયામાંં પડેલાં પથ્થરો ધર પર ફેંક્યા હતા. જયેશને પર છુટ્ટુ ચંપલ ફેંક્યું હતું તે મને મારા લેવાનાં પૈસા નહીં આપશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યોતિબેને ઉષાબહેન વીરસીંગભાઇ પટેલ તથા પદ્મા બહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...