કામરેજ તાલુકાના અંત્રોલીમાં ટ્રકે બાઇકને અડફેટે લેતા આધેડે જીવ ગુમાવ્યો હતો. નવસારીનાં કુંભારફળીયા ગામે રહેતાં નાનુભાઇ મણીભાઇ પટેલની દિકરી અનિતાબહેનનાં લગ્ન કામરેજ તાલુકાનાં અંત્રોલી ગામનાં નવુંફળીયાનાં ગૌરાંગ શંકર ઢોડિયા સાથે થયા હતા. ગૌરાંગભાઇએ પાવાગઢ મંદિરે તા. 6 જૂનના રોજ માનતા મુકવા જવાનું નક્કી કરેલ હોય.
સગા સબંધીઓને પણ બોલાવ્યાં હતાં. ગૌરાંગભાઇનાં નવસારી રહેતા સસરા નાનુભાઇ મણીભાઇ પટેલ (55) તથા સાસુ કોકીલાબેન નાનુભાઇ પટેલ (50) બંને પોતાની હીરો મોટરસાઈકલ નં (GJ- 19 AQ- 2769) પર સવાર થઇ અંત્રોલી આવતા હતા અને નવી પારડીથી વેલંજા હજીરા જતા રોડ પર આવેલા અંત્રોલી ગામ નવાફળીયામાં જવાનાં કટ પરથી વળતા હતા ત્યારે કપચી ભરીને આવેલા ડમ્પર નં (GJ- 05 CU- 9111)નાં ચાલકે ઘોર બેદરકારી દાખવી મોટરસાઈકલને અડફટે લેતા ડમ્પરનાં ભારેખમ પૈંડા નાનુભાઇ પરથી ફળી વળતાં શરીરનાં ટુકડે ટુકડા થઇ ગયા હતા અને સ્થળ પર જ મોત થઇ ગયું હતું, જ્યારે કોકિલાબહેનને મોઢા પર અને શરીરે નાની મોટી ઇજાઓ થઇ હતી. જે અંગે ડમ્પર નં (GJ 05 CU 9111)નાં ચાલક વિરુધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘટના બાદ ચાલક ડમ્પર મૂકીને ભાગી છૂટ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.