ક્રાઇમ:સુરતની મોડેલ સાથે બે પુત્રીના પિતાએ લગ્ન કરી નાણાં પડાવ્યા

નવાગામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્ન નોંધણી કરવા દબાણ કરતા એફિડેવીટ કરી આપ્યું
  • 3 લાખનાં દાગીનાં અનેે 50 હજાર રોકડા પડાવી અશ્વિન ભાગી છૂટ્યો

ગોડાદરામાં રહેતી મોડેલ યુવતી સાથે 35 વર્ષીય એવા બે પુત્રીના પિતાએ લગ્ન કરી માર મારી લગ્નમાં આપેલા 3 લાખના ઘરેણાં, રોકડા 50 હજાર લઈને છૂ થઈ ગયો હતો. ગોડાદરા શક્તિનગરમાં રહેતી રોમી દિનેશ સીતારામસીંગ (32) માતા સાથે રહી મોડેલીંગનું કામ કરે છે. ગત જાન્યુ.માં રોમીની માતાને પથરીનું ઓપરેશન કરવા સિવિલમાં દાખલ કરાય હતી. ત્યારે અશ્વિન પટેલ સાથે મુલાકાત થઇ હતી. ત્યારે અશ્વિને સિવિલનો ટ્રસ્ટી હોવાની ઓળખ આપી હતી તથા સરકારી નોકરીયાત હોવાનું હતું.

અશ્વિને યુવતીની માતાને જણાવ્યું કે, ‘ હું તમારી છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું. જેની માતાએ સંમતી આપી હતી. ગત 14 ફેબ્રુઆરીએ ભટારમાં લગ્ન કર્યા બાદ અશ્વિન કામરેજની સ્વપ્નવીલા સો.માં રહેવા આવ્યો હતો. યુવતીનાં ભાઇને તલાટીની નોકરીએ લગાવવાનું જણાવી 50,000 પડાવી લીધા હતા. રોમીને શંકા જતા પાસોદરા ક્રિષ્ના રો હાઉસમાં તપાસ કરવા ગઇ હતી, જેનાં વોચમેને અશ્વિન પરિણીત હોય પત્ની અને બે છોકરી હોવાનું જણાવ્યું. પોલીસે ફરિયાદ લીધી છે.

એફિડેવિટમાં નામ પણ અશોક દેસાઈ આપ્યું
​​​​​​​લગ્ન બાદ અશ્વિન મોડલ રોમી સાથેે હીરાબાગ આનંદનગરમાં ભાડેનાં મકાનમાં રહ્યો હતો. દરમિયાન રોમીએ અશ્વિનને લગ્ન રજીસ્ટર કરવા જણાવતા અશ્વિને મારાં બધાં અસલ દસ્તાવેજ તીજોરીમાં છે અને ચાવી ખોવાઇ ગયેલાનું જણાવી વાત ટાળી હતી. પરંતુ રોમીએ એફીડેવીટ કરવાનું કહેતા અશ્વિને લગ્નનું એફીડેવીટ કરી આપ્યું હતું. જેમાં સાચું નામ અશોક ધીરૂભાઇ દેસાઇ, 149 રૂક્ષ્મણી સો., નાના વરાછા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...