હત્યા થઇ હોવાની આશંકા:ભાદામાં યુવતીના મોતમાં કોઇ અઘટીત ઘટના બની હોવાનો પરિવારનો આક્ષેપ

કામરેજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીઆઇએ ફરી સુરત સિવીલમાં ફોરેન્સિક પી એમ કરાવવા ખાતરી આપી

કામરેજનાં ભાદા ગામે તાપી નદીમાંથી અજાણી યુવતીની લાશની ઓળખ અલ્પાબેન માંડવીયાની હોવાની ઓળખ થઇ. યુવતિનાં પરિવારજનોએે હત્યા થઇ હોવાની આશંકા બતાવી રેલી કાઢી લાશ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. ભાદાથી વાલક વચ્ચેથી પસાર થતી તાપી નદી પર હાલમાં ગુડસ ટ્રેનના બ્રિજનું બાંધકામ ચાલે છે.

બ્રિજ નજીક તાપી નદીમાંથી 1-8-2022નાંં રોજ લાશ મળી હતી. જે લાશનો કામરેજ પોલીસે કબજો લીધો હતો. બીજી તરફ સુરત ઉત્રાણની કિર્તી નગર સોસાયટી મકાન નં 37માં રહેતાં ભુપતભાઇ માડવીયાનાંં ચાર સંતાનોમાં 3 પુત્રી 1 પુત્ર પૈકી અલ્પા તથા પુત્રી નેન્સી બંને બહેનો સુરત કરંજ લંબેહનુમાન રોડ પર કારખાનામાં 30-8-2022નાં કામ કરવા ગઇ હતી.

નેન્સી સાંજે ઘરે પહોંચી ગઇ હતી, પરંતુ અલ્પા ઘરે નહીં આવતા પિતાએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 3 ઓગસ્ટે કામરેજ પોલીસે ભુપતભાઇના સાળા રમેશ જીંજરીયાને ફોન કરી બોલાવ્યા હતા. ભુપતભાઇ તથા તેમની દિકરી નેન્સીએ કામરેજ પોલીસે બતાવેલ લાશ અલ્પાની હોવાની ઓળખ કરી હતી. પરંતુ અલ્પા સાથે અઘટિત ઘટનાં બની હોવાની આશંકા વ્યક્ત કરી લાશ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો.

ભુપતભાઇ સમાજનાં આગેવાનો તથા પરિવારજનો ભેગા થઇ કામરેજ પોલીસ મથકે ગયા હતા અને અલ્પાબહેન સાથે અઘટિત ઘટના બની હોવાની શંકા દર્શાવી ન્યાય આપવા માંગણી કરી હતી. પો.ઇ.આર બી ભટોળે અલ્પાનાં પરિવારજનોને સમજી ફરી સુરત સિવીલમાં ફોરેન્સિક પી એમ કરાવવા તથા રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

કારખાનામાં ઝઘડો બાદ શેઠ ગાડીમાં લઇ ગયા
સાથે કામ કરતા નિલેશ કારડિયાનો અલ્પા સાથે ઝઘડો થયો હતો. અલ્પાને બાવડુુ પકડી ધક્કો માર્યો હતો. અલ્પાનાં હાથ પર ઉઝરડાં પડ્યા હતા. નેન્સીએ શેઠને ફોન કરી કામ નથી કરવું જણાવી નીકળી ગયા હતા. તેઓને રસ્તામાં શેઠ રાજુ ચાવડા મળ્યાં હતા અને રાજુભાઇએ નેન્સીને કામ પર જવાનું કહીને અલ્પાને લઇને જતા રહ્યાં હતા. બપોરે જમવાનાં સમયે અલ્પાને ત્રીજા માળે સુતેલી જોઇ હતી. તેને જગાડી જમવાનું કહેતા મારે જમવું નથી. તું કામ પર જતી રહે, હું મારી રીતે ઘરે જતી રહીશ કહ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...