તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઉંભેળના પાદરે ટ્રાફિકજામને લીધે ઊભેલી ટ્રકમાં ટેમ્પો અથડાતાં ચાલકનું મોત થયું

નવાગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદથી સાબુ ભરી કોલ્હાપુર જઇ રહેલ અશોક લેલેન્ડ ટ્રક નં MH502771 કામરેજ તાલુકાનાં ઉંભેળ ગામનાં પાદરેથી સાંજે સવા પાંચેક વાગે ટ્રાફિક જામમાં ઉભેલ હતી. ત્યારે પાછળથી એક આઇસરટેમ્પો નં MH 48AY4296નાં ચાલકે જોશભેર ટેમ્પો ટ્રક સાથે અથડાવતા અવાજ સાંભળી ટ્રકના ચાલક પ્રવિણ રાજેશ ચૌહાણે નીચે ઉતરી જોતા ટેમ્પોનું ડ્રાઇવર સાઇડનું કેબીન દબાઇ ગયેલ હતું,

ટેમ્પો ચાલક તેમાં દબાઇ ગયેલ હતો. દરવાજો જામ થઇ જતા પટ્ટો બાંધી ટ્રકનાં ડ્રાઇવર તથા બીજા માણસોએ દરવાજો ખોલી બહાર કાઢતા બંને પગે ગંભીર ઈજા તથા માથાનાં ભાગે ઇજા થઇ હોય, ૧૦૮માં સુરત સ્મીમેરમાં લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન રાતે નવેક વાગે મોત નીપજ્યું હતું. અકસ્માત મોતની ફરિયાદ અશોક લેલેન્ડ ટ્રકના ડ્રાઇવર પ્રવિણ રાજેશ ચૌહાણ(26) રહે. ભીમાબાઇ આંબેડકરનગર સદર બાજાર તા.જી.સાતારા મહારાષ્ટ્)ના એ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો