દુર્ઘટના:વાવ નજીક બંધ ટેન્કર પાછળ ટેમ્પો અથડાતા ચાલક કેબિનમાં કચડાયો

નવાગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પો ડ્રાઇવરની બાજુમાં જ બેસેલા ક્લિનરનો ચમત્કારિક બચાવ

હજીરાથી એસિડ ભરેલ ટેન્કર કામરેજના વાવ ગામે ઓવરબ્રિજ પર યાંત્રીકી ખામી સર્જાતા ટેન્કર હાઈવેની ફર્સ્ટ લેન પર અટકી ગયું હતું. જે ટેન્કરની પાછળ એક આઈસર ટેમ્પો અથડતાં ટેમ્પોનો ચાલક કચડાઈને મોતને ભેટ્યો હતો. હજીરાની અદાણી કંપનીમાંથી એસિડ ભરી 14મી મેનાં સાંજે સાતેક વાગે ટેન્કર નં (GJ 12 Z 4886) લઈને ડ્રાઇવર જયચંદ્ર રામચંદ્ર યાદવ (40) (હાલ રહે. શ્રી ભગવતી હેંડલીંગ ટાંન્સપોર્ટ કંપની ગાંધીધામ કચ્છ) હજીરાથી જંબુસરની પીઆઇ. કંપનીમાં જવા નીકળ્યો હતો.

હાઇવે પર વાવ ગામની સીમમાં મુંબઇથી અમદાવાદ જતાં રોડ પર ઓવરબ્રિજ ચઢતાં અચાનક ટેન્કરનાંં ગીયરમાં ખામી સર્જાતા ગીયર ફસાઇ જતાં ટેન્કર બગડી ગયેલ હતું. ટેન્કર જે તે સ્થળ પર ઊભુ રહી ગયું હતું. ફર્સ્ટ ટ્રેક પર મુકી પાર્કિંગ લાઇટો ચાલુ રાખી તથા પથ્થરોની આડશો મુકી પોતે ટેન્કરનાં કેબીનમાં બેઠો હતો. ત્યારે રાત્રીનાં દોઢેક વાગે પાછળથી વાહન અથડાવાનો જોરથી અવાજ આવ્યો હતો.

ટેન્કરની પાછળ જઇને જોતાં એક આઇસર ટેમ્પો નં (KA- 41 D- 2383)નાં ચાલકે તેનો ટેમ્પો પુરઝડપે અને ગફલત ભરી રીતેે ચલાવી ટેન્કર પાછળ અથડાવી દેતાં ટેન્કર ચાલક જયચંદ્ર કેબીનમાંં ફસાઇ જતાં ઘટનાં સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ડ્રાઇવરની બાજુમાં બેઠેલો કલીનર સુરેશ ચંદ્રશેખર (રહે. બેંગલોર)નો ચમત્કારિક બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...