કામરેજ તાલુકાના વલથાણ ગામે ગોડાઉનના પાર્કિંગમાં ડ્રાઈવર ટેમ્પો ચાલુ રાખી હેન્ડબ્રેક માર્યા વગર ઉતરી ટેમ્પાની પાછળ કામ અર્થે ગયો હતો. આ દરમિયાન ટેમ્પો અચાનક પાછળ આવી જતાં પાછળ ઊભેલા ડ્રાઈવર બે ટેમ્પો વચ્ચે ચગદાઈ મોત નીપજ્યું હતું.
વલથાણ ગામની સીમમાં આવેલા એમેઝોન કંપનીનાં ગોડાઉનમાંથી પાર્સલ ભરવા માટે મનોજભાઇ ભીખાભાઇ ચુડાસમાં (28) (રહે. સિમાડા ગામ મૂળ: અમરેલી.)પોતાના ટેમ્પો નં (GJ- 23 AT- 3062)ને પાર્સલ ભરવા માટે ચાલું રાખી હેન્ડ બ્રેક માર્યા વગર ઉભો રાખ્યો હતો. કોઇક કારણસર મનોજ ટેમ્પામાંથી ઉતરી ટેમ્પાનાં પાછળનાં ભાગે જતાં ટેમ્પો અચાનક પાછળ આવી જતાં મનોજ બે ટેમ્પોની વચ્ચે આવી જતાં ચગદાઇ ગયો હતો અને નીચે પડી ગયો હતો.
જેની જાણ મનોજનાં પિતરાઇ ભાઇ સાગરને કરાતા તેઓ સ્થળ પર દોડી ગયા હતાં. જ્યાં મનોજ બેભાન પડેલો હોય. સાગરભાઇએ તેને છાતીમાં પંપીંગ કરતા જીવે છે એવું લાગતા એમેઝોનની એમ્બ્યુલન્સમાં દિનબંધુ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતાં ફરજ પરનાં ડોકટરે જોઇ તપાસી મરણ જાહેર કર્યો હતો. મનોજભાઇના મોતને પગલે તેમના 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.