તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઉઘરાણીના 4.70 લાખ ઉપરાંત 2 લાખનો ટેમ્પો લઇને ડ્રાઇવર ફરાર

નવાગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનેલા વાવ ગામના તેલના વેપારીની ડ્રાઇવર સામે ફરિયાદ

કામરેજ તાલુકાના વાવ ગામે રહેતા તેલના વેપારી છૂટક તેલની ડિલિવરી કરવા માટે ડ્રાઈવરને 200 નંગ તેલના ડબ્બા સાથે સુરત મોકલ્યો હતો. જ્યાંથી પરત ન આવતાં વેપારીએ તપાસ કરતાં ડ્રાઈવર તેલના ડબ્બા અને ટેમ્પો સાથે ન મળી આવતાં વેપારીએ ડ્રાઈવર વિરુદ્ધ 6.70 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે.

કામરેજ તાલુકાના વાવ ગામે રહેતા ચેતનભાઇ કાછડીયા ખાધ તેલનો નો વેપાર કરે છે. માલની ડિલિવરી માટે ટાટા ઈન્ટ્રા ટેમ્પો નં (GJ- 05VU- 1014) લીધો હતો. જેનાં પર ડ્રાઇવર તરીકે દોઢ વર્ષથી શૈલેષભાઇ બાલાભાઇ આહિર નોકરી કરે છે. ગત 25 જુને સવારે કારખાનામાંથી 220 તેલનાંં ડબ્બા ભરી શૈલેશને સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ડીલીવરી આપવા મોકલ્યો હતો.પરંતુ બપોર બાદ ડ્રાઇવરનો સંપર્ક કપાઇ ગયા હતા. જેથી ચેતનભાઇ જાતે સુરત તપાસ કરવા ગયા હતા.ડ્રાઇવર કે ટેમ્પો બંને મળ્યા ન હતા. જેથી ડ્રાઈવર શૈલેષભાઇ બાલાભાઇ આહિર (રહે.બાપા સિતારામ ચોકથી આગળ) સુરત શહેરમાં જુદીજુદી જગ્યાએ 220 તેલનાં ડબ્બાની ડીલીવરી કરી તેનાં રોકડા રૂપિયાં 4,70,000 તથા ટેમ્પોં કિં.2,00,000મળી કુલ 6,70,0000રૂપિયાની લઇને નાશી છુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...