અકસ્માત:કઠોરથી રંગોલી ચોકડી જતા રોડ પર મોપેડ-બાઇક ભટકાતા યુવકનું મોત

નવાગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના કઠોર ગામે નવુ ફળિયું માં રહેતો યુવાન પોતાની કેટીએમ બાઈક લઈને રંગોલી ચોકડી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન કન્યા છાત્રાલય સામે સામેથી આવતી એક્ટિવાક મોપેડે કેટીએમ સાથે અથડાવતાં કેટીએમ ચાલકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એક્ટિવા ચાલક ફરાર થઈ જતાં મરજનાર યુવકના ભાઈએ તેના વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

કઠોરથી રંગોલી ચોકડી જતા રોડ પર કન્યા છાત્રાલયની સામે તા.8-11-2022નાંં રાત્રે 11.30 કલાકે એક એક્ટિવા નં (GJ 05 NH 4565)નાં ચાલકે પુરઝડપે અનેે ગફલતભરી રીતેે ચલાવી કેટીએમ આરસી ગાડી નં (GJ-05 HZ- 1392)ની સાથેે અથડાવી દેતા કટીએમના ચાલક અજુનભાઇ ગુણવંતભાઇ રાઠોડ( રહેે.નવું ફળીયું કઠોર ગામ )ને માથાનાંં ભાગેે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બાઇકની પાછળ બેઠેલા અજુનનાં મિત્ર રોહિતભાઇ ચંદુભાઇ રાઠોડને જમણા પગમાંં ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ બાઇકને પણ નુકશાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ એક્ટિવા ચાલક ફરાર થઇ ગયો હતો જેની સામે મૃતકનાભાઈ અરૂણ રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...