તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટની ફરિયાદ:ભરબપોરે ધમધમતા હાઇવે પર મંગળસૂત્રની ચિલઝડપ

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવના એસઆરપી કેમ્પ પાસે બનેલી ઘટના

વાવ હાઇવે પર મોટરસાઇકલ પર આવેલા બે યુવાનોએ મહિલાનાં ગળામાંથી પાંચ તોલાનાં મંગળસૂત્ર આંચકી ફરાર મહિલાનાંં પતિએ કામરેજ પોલિસ મથકે 1.40 લાખ રૂપિયાની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.પોલોસ સૂત્ર પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંકણા ગામ શીવ વાટીકા સો. ઘ નં 10 માં રહેતા ઉમેશભાઇ દુલાભાઇ કવાડ તા 20.6.2021ના રોજ પોતાની મેસ્ટ્રો મોપેડ નં (GJ05NA0821) પર પત્ની મમતાબેન અને બે સંતાનો સાથેે કામરેજમાં પોતાનાં સંબંધીના ત્યાં શુભ પ્રસંગમાં હાજરી આપવા જતા હતા.

વાવ હાઇવે પર એસઆરપી કેમ્પના ગેટ નં 2 સામેથી બપોરના 12.45 વાગે પસાર થતા હતા ત્યારેે પાછળથી એક મો.સા.પર આવેલા બે અજાણ્યા યુવાનો પૈકી પાછળ બેઠેલા યુવાને મમતા બંનના ગળામાંથી પાંચ તોલા નું મંગળસૂત્ર તોડી ફરાર થઈ ગયા હતા. આશરે 25થી 30 વર્ષની વયનાં બે યુવાનોમાંથી પાછળ બેઠેલાએ હાફબાંયનો બ્લ્યું કલરનો શર્ટ પહેરેલ છે અને આગળ મોંસા.ચલાવતા યુવાને આછા ગુલાબી રંગનો હાફબાંયનોંશટૅ પહેરેલ હતો.

અન્ય સમાચારો પણ છે...