વાવ જોખા રોડ પર રાત્રે અલ્ટો કાર અને એફ ઝેડ બાઇક સામ સામેે અથડાતાં અકસ્માત થયો હતો. જેમાં સીએનજી કારમાં આગ ભભુકી ઉઠતા કાર ચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો, જ્યારે બાઇક ચાલક આગની લપેટમાં આવી જતા સ્થળે પર જ મોત થયું હતું. અન્ય પાછળ બેસેલા યુવકને પણ ઇજા થવાથી સારવાર માટે ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. વાવ ગામે રહેતા શૈલેષભાઇ દિપકભાઇ પ્રજાપતિ પોતાની અલ્ટો કાર નં (GJ -05RB -6167) લઇને વાવથી બારડોલી દવાખાને જતા હતા.
વાવથી જોખા રોડ પર સીકોતર માતાનાં મંદિર નજીકથી પસાર થતાં હતાં. ત્યારે સામેથી પુરઝડપે આવતી FZ બાઇક નં (GJ -05 ME - 0105)નાં ચાલક અલ્ટો કાર સાથે અથડાતા, બાઇકનો ચાલક કારના બોનેટ પર પડ્યો હતો. અલ્ટો કાર સીએનજી હોવાથી કારમાં આગ લાગી ગઇ હતી. કાર ચાલકને કારનો કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યો હતો.જ્યારે બાઇક ચાલક યુવકના શરીરે આગ લાગતાં ગંભીર રીતે દાઝી જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બાઇક ચાલક સુરત પુણા વિસ્તારનો હોવાની પ્રાથમિક માહિતી મળી છે, તથા બાઇક પાછળ બેઠેલા અન્ય યુવકને સુરત સિવીલમાં સારવાર માટે લઇ જવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.