વિવાદ:પ્રોજેક્ટમાં રોકાણ મુદ્દે મડાગાંઠ થતાં બિલ્ડરને ભાગીદારોએ માર્યો

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કઠોદરા એસ. કે. પાર્ક મકાન નં 89માં રહેતા બિલ્ડર રસિકભાઇ દોમડિયાના ભાગીદારો વિરલ ઝાલાવડિયા તથા કૌશિક રામાણી સાથે 33 ટકાના ભાગીદારીથી કામરેજ સત્યમ્ ચોકડી પાસે વેદમૂર્તી સ્કીમ શરૂ કરી હતી, પરંતુ તેે પૂર્ણ થઇ શકી ન હતી. રસિકનો 33 ટકા હિસ્સો બંને લેવા માંગતા હતા. પરંતુ રસિક સહીં કરતો ન હોય.

આ બાબતેે બંને ભાગીદારો સાથેે મડાગાંઠ હતી. ત્યારબાદ રસીકે વેદ મૂર્તિ રેસીડન્સી નામે બીજી સ્કીમ ભાગીદારો પીયુષ વિઠ્ઠલ ભાયાણી તથા ગોવિંદ અરજણ આલ સાથે શરૂ કરી હતી. 16-9-2021 સવારે રસિક તેની પુત્રીનેે સ્કૂલ બસમાં બેસાડવા સોસાયટીનાં ગેટ બહાર આવ્યો હતો.

ત્યારે ગોવિંદ આલ તથા પિયુષ ભાયાણી ગોવિંદની કાર લઇનેે આવ્યા હતાં. રસિકનેે ગાડીમાંથી બહાર નીકળવા જણાવ્યું હતું, પરંતુ રસિકે દરવાજો નહીં ખોલતા બંનેએ બળજબરી કરી રસિકનેે બહાર ખેંચી માર મારી તથા લાકડાના સપાટા માર્યા હતા. ગાડીના રૂફ પર પણ સપાટા મારી નુકશાન પહોંચાડ્યું હતું.

રસિકેે બુમાબુમ કરતા લોકો દોડી આવતાં ગોવિંદ અને પિયુષ જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા. ઝપાઝપીમાં રસિકની સોનાની ચેઇન તથા શક્તિ મંત્ર લખેલ લાવા પથ્થરમાંથી બનાવેલ પેન્ડલ ગુમ થતાં રસિકે ગોવિંદ અનેે પિયુષ વીરુદ્ધ કામરેજ પોલીસમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...