કામરેજ તાલુકાના ખોલવડ ખાતેથી પસાર થતી તાપી નદીના પુલ નીચે 7મી જૂનના રોજ સવારે 11.30 પહેલાકોઇ મરણ પામેલા ઉમર આશરે 65 વર્ષના વૃદ્ધ પુરૂષની લાશ ખોલવડ તાપી નદીનાં પુલ નીચેથી મળી આવી હતી, જેની જાણ ખોલવડ બીટ જમાદાર હેમંતભાઇને થતાં લાશનો કબજો લઇ તલાશી લેતા પેન્ટનાંં ખીસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું. જે બેંગ્લોરનું હોય બેંગ્લોર પોલીસને જાણ કરતા બેંગ્લોર પોલીસની તપાસમાં હાલ પરિવાર સુરતમાં રહેતો હોવાની વિગત જાણવા મળી હતી.
જે વિગતથી કામરેજ પોલીસે સુરતમાંં પરિવારનો સંપર્ક કરી વિગત જણાવતા પરિવારનાં સભ્યો (પુત્રો) કામરેજ દોડી આવ્યા હતા, અને વૃદ્ધની ઓળખ મોહનલાલ શામજીભાઇ છાભૈયા તરીકે કરી હતી. જાણવા મળતી વિગત મુજબ વૃદ્ધ કેન્સરની બિમારીથી પીડાતાં હોય ગઇ કાલે બપોરનાં ઘરમાં જાણ કર્યા વગર નીકળી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.