કામરેજ તાલુકાનાં દિગસ ગામનાંં ખેડૂત ભીખાભાઇ નાથુભાઇ દેસાઇનું નેત્રંગ ગામની હદમાં આવેલ ખેતરનાં શેઢા ઉપરથી બહાદુર નામનાં (પુરા નામ ઠામની ખબર નથી) આશરેે 45 થી 50 વર્ષની ઉમરનાં પુરૂષની લાશ મળી આવી હતી. જે શરીરે પાતળા બાંધાનો રંગે શ્યામ વર્ણનો શરીરે મેંહદી કલરનું હાફ બાંયનું ટી શટઁ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.
જેનાં શરીર પર ઇજાનાંં કોઇ નિશાન જોવા મળેલ ન હોય. બિમારી અથવા કોઇ અગમ્ય કારણસર મોત નીપજ્યાનું માની પ્રકાશભાઇ કાંતિભાઇ પટેલની ફરિયાદ લઇ કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ બહાદુર 15-20 વર્ષ પહેલા પરિવાર સાથેે મજુરી કામ કરવાં પંચમહાલ તરફથી પરિવાર સાથેે નેત્રંગ આવ્યો હતો. બાદમાં પરિવાર ચાલ્યો ગયો હતો અનેે બહાદુર અહીં એકલો રહેતો હતો. જેે કડીયાકામ તથા છુટક મજુરીકામ કરતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.