તપાસ:નવાપુરમાં સુરતના યુવકની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરેલી લાશ મળી

નવાપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ભાવેશ - Divya Bhaskar
મૃતક ભાવેશ
  • હાઇવે પર મોઢે ટેપ બાંધી યુવકની કારમાં હત્યા કરાઈ
  • ગળા-પેટના ભાગે ઘા મારી હત્યા કર્યાનું બહાર આવ્યું

નવાપુર નજીક ટેલિફોન એક્સચેંજ ઓફિસ નજીક હાઈવેની વચ્ચે પાર્ક કરેલી બ્રાઉન કલરની સુરતથી ખરીદાયેલી કારમાં પાછળની સીટ પર તિક્ષ્ણ હથિયારથી હત્યા કરેલી લાશ મળી આવી છે. સ્થળ પર લોકોની ભીડ લાગી હતી. નવાપુર પોલીસ સ્થળ પર પહોંચી હત્યા થયેલ યુવકની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી છે, હત્યા થયેલ યુવક સુરતનો હોવાનું જાણવા મળેલ છે. ગુરુવારે સાંજે 6 વાગ્યે એક કાર ટેલિફોન ઓફિસની સામે હાઇવેની વચ્ચે આડી પાર્ક હતી. જેની પાછળની સીટે હત્યા કરાયેલા ભાવેશ સી. મહેતા (રહે. ઘનશ્યામનગર, ભટાર)ની લાશ હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરી હતી.

સુરત પાસિંગની કાર.
સુરત પાસિંગની કાર.

પોલીસે ઘટના સ્થળે પહોંચી કારમાં તપાસ કરતા યુવકની તીક્ષ્ણ હથિયારથી આખું શરીર અને ગળાના ભાગે મારી હત્યા કર્યાનું બહાર આવ્યું હતું. યુવકને મોઢા પર પ્લાસ્ટિકની ટેપ બાંધેલી હતી. કાર નંબર GJ 05 TC 0017 હતો પરંતુ નવાપુર પોલીસ તપાસ અર્થે સુરતમાં આવી છે. કારમાં મળેલો યુવક 45-50 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. નવાપુર શહેરના યુવકોએ લાશને કારમાંથી કાઢીને હોસ્પિટલમાં પીએમ રૂમમાં લઈ ગયા. મૃતક પોલીસનો બાતમીદાર હોવાની વાત જાણવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...