તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ભૂસ્તરની ટીમ પર હુમલાનો આરોપી ઘલાથી ઝડપાયો

નવાગામ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

કામરેજ તાલુકાનાં ઘલા ગામેે ચાલતી ગેર કાયદે રેતી ખનનની પ્રવૃતિ અટકાવવા ગયેલી સુરત જિલ્લા ભુસ્તર વિભાગની ટીમ પર રેતી માફિયાઓએ ગેરાયદે મંડળી રચી હુમલો કર્યો હતો, અને સરકારી ગાડીમાં તોડફોડ કરી હતી અને સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જે ગુનાની ભુસ્તર વિભાગનાં રોયલ્ટી ઇન્શપેકટર રવિ મનુ ચૌધરીએ 9 જાન્યુઆરીના રોજ કામરેજ પોલીસ મથકે નવ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં સંડોવાયેલ આરોપી વિનોદ ઉર્ફે ઝીણો ગુણવંત વસાવા (20) (રહે. છેડછાડ ફળીયું ઘલાગામ તા.કામરેજ )આખાખોલ ગામથી કનેરીયા પ્લાન્ટ તરફ આવવાનો હોય તેવી બાતમી LCBગ્રામ્યની ટીમને મળેલી હોય વિનોદ વસાવાને LCBની ટીમે ઝડપી કામરેજ પોલિસને સોંપ્યો હતો.

આ ગુનાનો મુખ્ય આરોપી નટુ પુના વસાવા તથા તેનો દિકરો નરેન્દ્ર વસાવા ને ગુનાનાં દિવસેજ ઝડપી લીધા હતા તેમજ બીજા આરોપી ઓ હરેશ નટુ વસાવા જીજ્ઞેશ ઇન્દ્વદન મહંત જયેશ છત્રસિંહ દોડીયા તથા ટ્રક માલિક ઇરફાન તથા યુનુસ તથા મોહન રવજી વસાવા ને બાદમાં કામરેજ પોલીસે ઝડપી લીધા હતા .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો