છેતરપિંડી:વૃદ્ધા પાસેથી મોટા ફ્લેટના રૂપિયા લઇ બિલ્ડરે નાનો ફ્લેટ પધરાવ્યો

નવાગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાદમાં તફાવતના 70 હજાર પણ ન ચૂકવતા ફરિયાદ

વાવની વૃદ્ધ મહિલા પાસે પુરેપુરા નાણા લીધા બાદ નક્કી કરેલ ફલેટનેે બદલેે ઓછા ક્ષેત્રફળનો ફલેટ પધ તેમજ તફાવતનાં રૂપિયા 70,000પણ નહીં ચૂકવતા બંનેે સામેે કામરેજ પોલીસ મથકે છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોધાવી હતી.મળતી વિગતો મુજબ વાવ ગામના વૃદ્ધ મહિલા લલીતાબહેન ગોવિદભાઇ ચૌહાણ વર્ષ 2016માં કામરેજ ગામ કેનાલ રોડ બાપાસીતારામ ચોક પાસે નવા બનનાર શ્રીમેત પ્લાઝામાં ફલેટ નં 205 બુક કરાવ્યો હતો. જેના પુરેપુરા નાણા 13,15,000 ચુકવાઇ ગયા બાદ પણ બિલ્ડર ફલેટનો દસ્તાવેજ કરી કબ્જો સોંપવા જણાવતા બિલ્ડરે 205નો દસ્તાવેજ બીજાનેે કરી આપેલ છે.

તેમ જણાવી તેના બદલામાં ત્રાહિત વ્યક્તિનાં ફલેટ નં 201નો દસ્તાવેજ કરી આપેલ. પરંતુ ફલેટ નં 201નું ક્ષેત્રફળ 205 કરતા ઓછું હોય. જેનાં તફાવતનાં 70,000 રૂપિયા 18 ટકા વ્યાજ ગણી 4 મહિનામાં ચૂકવવાનું નકકી કરેલ હતું. પરંતુ તે પણ ચુકવ્યા ન હતા.જેથી મહેન્દ્રભાઇ નાથાભાઇ વાડોદરિયા તથા અલ્પેશભાઇ નાથાભાઇ વાડોદરીયા (કામરેજ ગામ)એ વૃદ્ધા પાસે પુરે પુરા નાણા લઇ ઓછા ક્ષેત્રફળનો 201 નંબરનો ફ્લેટ નો દસ્તાવેજ કરી આપી તફાવતનાં નાણા પણ ન ચુકવતા બંને બિલ્ડર ભાઇઓ સામે છેતરપીડીની ફરિયાદ કામરેજ પોલીસ મથકમાં નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...