અંધશ્રદ્ધા:નંદુરબારના આદિવાસી ગામે ડાકણની શંકા રાખી મહિલાને નિર્વસ્ત્ર કરીને માર માર્યો, વીડિયો વાયરલ

નવાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘટના કયા ગામમાં બની? તે હજુ સ્પષ્ટ થયું નથી

ગુજરાતને અડીને આવેલ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના એક આદિવાસી ગામમાં એક મહિલાને ડાકણ હોવાની શંકામાં નગ્ન કરીને માર મારવામાં આવી રહ્યો હોવાનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના કયા ગામમાં બની? તે હજુ સ્પષ્ટ થયું નથી.જો કે, વિડીયોમાં સ્થાનિક ભાષાને આધારે તે સાતપુડા રેન્જમાં ક્યાંક બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.નગ્નવસ્થામાં રહેલ મહિલા એક થાંબલા સાથે બંધાયેલ છે. ભીડ તેના પર ડાકણ હોવાનો આરોપ લગાવી રહી છે.પીડિતા પોતાનો ચહેરો ઢાંકેલી જોવા મળે છે.

વીડિયોમાં આ વખતે તેણીને ક્લિક કરવાની હેરાન કરવાની રીત પણ બતાવવામાં આવી છે. આ ઘટનાના લગભગ 2-3 વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પહેલો વીડિયો 46 સેકન્ડનો બીજો વીડિયો 2 મિનિટ અને 28 સેકન્ડનો છે.આ ઘટનાની અંધશ્રદ્ધા વિરોધી સમિતિએ ગંભીર નોંધ લીધી છે. સંગઠને જિલ્લા કલેક્ટરને મળીને ઘટનાની સઘન તપાસની માંગ કરી છે. ઘટના એપ્રિલના પ્રથમ સપ્તાહમાં બની હોવાનું કહેવાય છે. બે અઠવાડિયા પછી પણ પોલીસ તપાસ ચલાવી રહી છે !

અન્ય સમાચારો પણ છે...