તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સુરત- તાપી જિલ્લામાં ઇન સર્વિસ તબીબોની 25 જૂનથી અચોકકસ મુદતની હડતાળ

નવાગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા નિર્ણયોના અમલવારીના ન્યાયી આદેશો કરવામાં ન આવતા હડતાળનો નિર્ણય

સરકારનાં આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ સાથે એસોસિએશનની 31-5-2021નાં થયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની અમલવારી ન થતાં તબીબો નિરાશ થયા છે અને 25મીથી અચોક્કસ મુદ્દતતની હડતાળ પર જવા માટેનો નિર્ણય લીધો છે.

રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોનાં વ્યાજબી પ્રશ્નો અને માંગણીઓનાં ઉકેલ માટે પરિવાર કલ્યાણ વિભાગનાં અગસચિવની અધ્યક્ષતામાં 18-5-2021 અને તા. 31-5-2021નાં એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં નિર્ણય લેવામાં આવેલ કે ટૂંક સમયમાં ઇન સર્વિસ તબીબોનાં પશ્નો અનેે માંગણીઓનાં ઉકેલના આદેશો કરવામાં આવશે. જેનો હજુ સુધીમાં કોઇ આદેશો કરવામાં આવ્યા ન હોય. તબીબોમાં અન્યાયની લાગણી પવર્તી રહી છે. જે બાબતે 19-6-2021નાં એસોની ઓનલાઇન બેઠકમાં ઠરાવેલ કે 31-5-2021ની બેઠકમાં થયેલા નિર્ણયોની અમલવારીનાં ન્યાયી આદેશો ન કરવામાં આવે તો તા. 25-6-2021 ઇનસર્વિસ તબીબો અચોક્કસ મુદતથી હડતાળ પર જશે. જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે સરકાર દ્વારા હકારાત્મક આદેશો આપવામાં આવશે. ત્યાર બાદ જ ઇન સર્વિસ તબીબો હડતાળ પરથી પરત આવશે.

તબીબોએ 25-6-2021થી અચોકક્સ મુદતની હડતાળ પર જવાનાં નિર્ણયની જાણ કરતો પત્ર 19-6-2021નાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અધિક મુખ્ય સચિવ આરોગ્ય અનેે પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરને લખ્યો હતો.પરંતુ સરકાર દ્વારા નિર્ણય લેવાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...