તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સુરતના ડેરી માલિકની કાર બગડતાં ઉભા રહ્યાં, ટ્રકની અડફેટથી 100મીટર ઘસડાતાં મોત થયું

નવાગામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કામરેજથી કડોદરા જતા અકસ્માત થયો, ટ્રકચાલક પલાયન

કામરેજના ઉંભેળ ગામે સુરતના ડેરી માલિકની કાર બગડતાં તેઓ બોનેટ ખોલી ઊભા હતાં. ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લઈ 100 મીટર ઘસડી જતા તેમનો મૃતદેહ ક્ષતવિક્ષિત થઈ ગયાે હતો. સરથાણા જકાતનાકા પાસેની માનસરોવર રેસીડેન્સીમાં રહેતા ભરતભાઈ લાલજીભાઈ વાઘાણી (49) કારગીલ ચોક ખાતેે ડેરી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

મંગળવારે બપોરે 12.45 કલાકે ભરતભાઇ મહિન્દ્રા કેયુવી (GJ- 05 RE- 4998) લઇનેે કામરેજથી કડોદરા તરફ જઇ રહ્યા હતા. ત્યારે ઉંભેળ ગામની સીમમાં તળાવ સામેે હાઈવેે પર કારમાં ખામી આવતા રોડની સાઇડેે કારનું બોનેટ ખોલી ઉભા હતા. ત્યારે ટ્રક ચાલકે ભરતભાઇનેે ટક્કર મારી અડફટેે લઇ 100 મીટર સુધી ઘસડી ગયો હતો. જેે ટાયરનાં નિશાન રોડ પર પડ્યા હતા. ભરતભાઇના પગથી છાતી સુધીનો ભાગ એકદમ છુંદાઈ ગયો હતો.

અકસ્માત સર્જી અજાણ્યો ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ ભરતભાઇનાં પિતરાઇ ભાઇ મહેશભાઇ માવજીભાઇ વાઘાણીનેે થતાં ઉંભેળ ગામ દોડી આવ્યા હતા અને કામરેજ પોલીસનેે જાણ કરતા પોલીસે મહેશ વાઘાણીની ફરિયાદ લઇ અજાણ્યા ટ્રક ચાલક વિરધ્ધ ગુનો નાંેધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...