તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કામરેજ ગામએ સુરતનું પ્રવેશદ્વાર છે. અહીં હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય છે. પરંતુ અહીં જાહેર શૌચાલયની સુવિધા નથી. જે સ્વચ્છ ભારતનો છેદ ઉડાડી રહી છે. ખાનગી NGO ધ્વારા જે એક શૌચાલય બનાવવામાં આવેલ હતું તે પણ સુડા દ્વારા તોડી નાંખવામાં આવતા કુદરતી ક્રિયાઓ માટે હાલ જનતાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડાપ્રધાનના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનાં અભિયાનનું સ્વપ્ન ચકનાચુર થતું હોય એમ કામરેજ તાલુકામાં કામરેજ ચોકડી પર એક પણ જાહેર શૌચાલય નથી. મુંબઇ તરફથી કે સુરત શહેર તરફનો મોટા ભાગનો વાહન વ્યવ્હાર કામરેજ ચાર રસ્તાથી પસાર થાય છે. સુરત શહેરની મોટા ભાગની વસ્તી વરાછારોડ વિસ્તારમાં સૌરાષ્ટ્રવાસીઓની છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો અમદાવાદ વડોદરા તથા સૌરાષ્ટ્ર તરફ વાયા કામરેજથી અવર જવર કરે છે.
કામરેજ ચાર રસ્તા પર તાલુકા પંચાયત કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ મથક, ટ્રાફિક પોલીસ કચેરી, ડીવાય એસ પી કચેરી વગેરે જેવી સરકારી કચેરીઓમાં તાલુકાનાં ગામોનાં તથા આસપાસનાં તાલુકાનાં રોજ હજારો અરજદારો સરકારી આવે છે. તેમજ શાળા, કોલેજ, આઇટીઆઇ, બીએડ કોલેજ, લો કોલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાઓમાં દૂરથી દરરોજ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. શ્રમજીવીઓ રોજી રોટી માટે આવે છે તેમજ BRTSમાં હજારો નોકરિયાતો અવરજવર કરે છે.આવા તમામ લોકો માટે શૌચની કુદરતી ક્રિયાઓ કરવીએ સાહજીક છે. જેને માટે કામરેજ ચાર રસ્તા પર જાહેર શૌચાલયની કોઇ જ સગવડ નથી. પુરૂષો તો ગમે ત્યાં આડશ શોધી લે છે પરંતુ મહિલાઓની હાલત કફોડી બને છે. જે એકમાત્ર જાહેર પે એન્ડ યુઝ શૌચાલય રાષ્ટ્રીય જનજાગૃતિ મહાસંઘ ( NGO)એ બનાવ્યું હતુ તે પણ સુડાએ તોડી પાડ્યુ હતુ. તેની અવેજીમાં કામરેજ ચારરસ્તા ફલાયઓવરની નીચે બનાવી આપવા સુડાએ ખાતરી આપી હતી તેને બે વર્ષથી વધુનો સમય પસાર થઇ ગયો છે પરંતુ આજદિન સુધીમાં વચન પાળવામાં આવ્યું નથી.
લાખો રૂપિયા પાણીમાં ગયા છે
જાહેર શૌચાલય બનાવવું ખૂબ જ આવશ્યક છે. ખાનગી સંસ્થાએ બનાવેલા શૌચાલયને ધ્વંસ કરી દેવાતા લાખો રૂપિયા પાણીમાં ગયા છે. શૌચાલય જવા લોકોને ગમે ત્યાં જવું પડે છે. ચારરસ્તા પર ગંદકી થાય છે. > કમલેશભાઇ મહેતા, બ્રહ્મ સમાજ મહામંડળ, કામરેજ
100 મીટરનાં વિસ્તારમાં શૌચાલય જરૂરી
કામરેજ ચાર રસ્તા પર 100 મીટરનાં વિસ્તારમાં જાહેર શૌચાલય હોવું ખૂબ જ જરૂરી છે લકઝરી બસોમાં બહારગામથી આવતા મુસાફરોને અગવડ પડે છે. જનતાની તકલીફ સમજી તાત્કાલિક ધોરણે સરકારીતંત્ર અને સ્થાનિક નેતાઓએ શૌચાલય બનાવવા પગલા લેવા જોઇએ. > મહાવીર કુમાર શાહ, પ્રમુખ વેપારી એસોસિયેશન, કામરેજ
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.