આપઘાત:પિતા સાથે રહી લાડવીની સ્કૂલમાં સફાઇ કરતી યુવતીએ ફાંસો ખાધો

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષ પૂર્વે યુવતીના છુટાછેડા થયા હતા

મૂળ મહારાષ્ટ્રના ભાદવા ગામના વતની કામરેજના લાવડવી ખાતે આવેલ સ્કૂલમાં પટાવાળાની નોકરી કરે છે. તેમની જોડે તેમની 22 વર્ષીય દીકરી પણ સફાઈનું કામ કરે છે. જે ઘરે ન પહોંચતાં તેની શોધખોળ કરતાં સ્કૂલની પાછળ આવેલ જાંબુના ઝાડ સાથે દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહતી અનુસાર કામરેજ તાલુકાના લાડવી ખાતે આવેલ એલ. કે. મી. સ્કૂલમાં મુળ મહારાષ્ટ્નાંં ભાદવા ગામની વતની મહેશભાઇ નાનજીભાઇ ગામીત પટાવાળાની નોકરી કરે છે. તેમની ૨૨ વર્ષની દિકરી કર્તવ્યા ગામીતેે વતનનાં ગામમાં જ સચીન પાડવી નામનાં યુવાન સાથેે પ્રેમ લગ્ન કર્યા હતાં, અને દોઢેક વર્ષ બાદ છુટાછેડા થઇ જતાંં લાડવી ગામેે આવી પિતા સાથે રહી સ્કૂલમાંં સાફ સફાઇનું કામ કરતી હતી.

સોમવારેે સવારેે સ્કૂલમાં સાફસફાઇ કરવા ગઇ હતી, અનેે સવારે નવ વાગે તેના પિતા ઘરે દુધ આપવા ગયા ત્યારે કર્તવ્યા ઘરે નાસ્તો કરવા આવી ન હતી. જેથી સ્કુલમાં પિતાએ તપાસ કરતા કર્તવ્યા જોવા મળી ન હતી. જેથી સ્કુલનાં આચાર્યને વાત કરતાં સ્કૂલનો સ્ટાફ પણ શોધખોળમાં જોતરાયો હતો. શોધખોળ કરતા કર્તવ્યા સ્કૂલની પાછળ આવેલા પડતર ખેતરમાં જાંબુનાંં ઝાડ સાથેે દુપટ્ટો બાંધી ગળેે ફાંસો ખાઇ આપઘાત કરેલી હાલતમાં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...