કામરેજ તાલુકાના ઉભેળ ગામે નાની નાયકી વાડમાં બનેલા આવસના સ્લેબ પર ઉભા રહી કામ કરી રહ્યા હતા ત્યારે સ્લેબનો એક ભાગ તૂટી પડતા મજૂરોને નાની ઇજા થઇ હતી.કામરેજ તાલુકાના ઉંભેળ ગામેે પી.એમ.આવાસ યોજનાં હેઠળ 328 મકાનો મંજુર થયાં છે, જેમાંથી 200 મકાનોનાં સ્લેબ ભરાઇ ચુક્યાં છે. નાની નાયકી વાડ નામનાંં ફળીયામાં 6 દિવસ પહેલા ભરાયેલા સ્લેબ પર કોન્ટ્રાક્ટરનાં મજુર આજે સવારે પેરાફીટનું ચણતર કરી રહ્યા હતાં. ત્યારે તાજા સ્લેબ પર વજન વધી જતાં મકાનનો આગળનાં ભાગનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેને લીધે ત્યાં કામ કરતાં મજૂરને ખભામાં સામાન્ય ઇજા થઇ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશોં નું ટોળું વળ્યું હતું અનેે કામ કરતી એજન્શીનાં માણસો અનેે કોન્ટ્રાક્ટર સ્થળ પર દોડી આવ્યાં હતા અનેેે ફરીથી મકાનનું કામ કરી પુરૂ કરી આપવાની ખાતરી આપી હતી.જો કે લાભાર્થી અનેે સ્થાનિક રહીશોએ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ ઉંભેળ ગામેે બનતા આવાસમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાતું હોવાનો આક્ષેપ કરી ગામજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે પણ સુડાનાં અધિકારીઓ દોડી આવ્યા હતાં, અનેે વિવાદ થાળે પાડ્યો હતો. વારંવાર બનતી ઘટના કોન્ટ્રાક્ટરની કામગીથી સામે શંકા ઉપજાવે છે.
ઉંભેળમાં બની રહેલા સરકારી આવાસના આગળના ભાગનો સ્લેબ તૂટી પડ્યો હતો, જે અંગે સ્થાનિક લોકોએ હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતુ. તેમજ લોકોએ કોન્ટ્રાક્ટરની કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.