તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વાવ ગામ પાસે હાઇવે પર વાહન અડફેટે સરથાણાના યુવકનું મોત

નવાગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંદિર દર્શન કરી બાઇક પર પરત ફરતી વેળા અકસ્માત

કામરેજ તાલુકાનાં સરથાણા ગામે રહેતા અને મૂળ રાજકોટ જિલ્લાનો યુવક શનિવારના રોજ વાવ જોખાં રોડ પર આવેલ હનુમાનજી મંદિરે દર્શન કરી પરત ફરતી વેળા વાવ હાઇવે પર અજાણ્યા વાહને અડફેટમાં લેતા મોત નીપજયું છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જિલ્લાના અને હાલ સરથાણા ગામે ઓમ રેસિડેન્સીમાં એચ-1/203 માં રહેતા રાહુલભાઈ ઉકાભાઈ ઠૂમ્મર (25) કાપોદ્રા ખાતે કરન્સીની ઓફિસમાં કામ કરતો હતો. ગત શનિવારે પોતાની સ્પ્લેંડર મોટરસાયકલ નં. GJ-03-EQ-2071 લઈને કામરેજ તાલુકાનાં વાવ જોખાં રોડ પર આવેલ હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયો હતો.

સાંજે સાડા સાત વાગ્યા સુધી પરત ન ફરતા રાહુલના પિતાએ ફોન કરતાં રાહુલે જણાવ્યુ કે હું 15 મિનિટમાં જ ઘરે આવું છુ. અને ઘરે ન આવતા ફરી સાડા આંટ વાગ્યે ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવ્યો હતો અને પિતાએ જમાઈને આબાબતે જાણ કરતાં રાહુલને સોધવા માટે તેઓ મિત્રો સાથે નીકળ્યા હતા.

રાત્રે વાવ ગામની સીમમાં મુંબઈ અમદાવાદ હાઇવે પર રાહુલની મોટરસાયકલને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા રાહુલને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજયું હોવાની માહિતી મળી હતી અને રાહુલની બોડી કામરેજ પોલીસ પી.એમ માટે લઈ ગયા હોવાનું સ્થાનિકોએ જણાવતા રાહુલના બનેવી મહશભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો