તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ભૂસ્તર વિભાગે રેડ કરતાં રેતી માફિયાઓએ જીપ પર પથ્થરમારો કરી ટોમીથી કાચ તોડ્યા

નવાગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કામરેજ તાલુકાના આંબોલીમાં તાપી નદીમાં ગેરકાયદે રેતી ખનન
 • રોયલ્ટી ઈન્સ્પેક્ટરે 9 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી,મુખ્ય આરોપી બાપ દીકરા પકડાયા

કામરેજ તાલુકાના આંબોલી ગામે રાત્રિના સમયે તાપીના પટમાંથી ગેરકાયદે રેતી ખનનનો વેપલો કરતા ઈસમો પર રેડ કરવા ગયેલી સુરત જિલ્લા ભૂસ્તરની ટીમ પર રેતી માફિયાઓએ પથ્થરમારો કર્યો હતો તથા લોખંડની ટોમીથી સરકારી ગાડીનાં કાચ તોડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં કામરેજ પોલીસ મથકે રોયલ્ટી ઇન્સપેકટરે નવ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રેતી ચોરી કૌભાંડનાં ગેંગ લીડર મુખ્ય બાપ દિકરા નટુ વસાવા અને નરેન્દ્ર વસાવાને પકડી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.

આંબોલી ગામે તાપી નદીનાં પટમાંથી લાંબા સમયથી ગામનાં સ્થાનિક રેતી માફિયાઓ ગેરકાયદે રાત્રિનાં રેતી ખનન કરતા હતા, જેની જાણ સુરત જિલ્લા ભૂસ્તર અધિકારીને થતાં તા. 9 ડિસેમ્બરે સુરત જિલ્લા ભૂસ્તર ખાતાનાં અધિકારીઓ રોયલ્ટી ઇન્સ્પેકટર રવિભાઇ મનુભાઇ ચૌધરી, માઇન સુપરવાઇઝર અહેસાનઅલી સેલિયા, માઇન સુપર વાઇઝર રાહુલ ભીમા સોલંકી, ગાડીમાં ડ્રાઇવર સુભાષભાઇ તથા રોયલ્ટી ઈન્સ્પેક્ટર સચીન વણકર તથા સિકયૂરીટી માણસો સાથે ટીમ બનાવી રાત્રિનાં 3.30 વાગે આંબોલી ગામે તાપી નદીના પટમાં રેડ કરી હતી. તાપી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા તત્વોમાં હડકંપ મચી ગયો હતો. ગેરકાયદે રેતીખનન કરતા આંબોલી ગામનાં નટુભાઇ પુનાભાઇ વસાવા તથા તેના છોકરો નરેન્દ્ર નટુ વસાવાની ટ્રક (GJ 05 Y 7235)માં ભરેલી રેતી સાથે રંગે હાથ ઝડપાયા હતાં.

બાપ દીકરાએ ખાણ ખનિજ ખાતાનાં અધિકારીઓ સાથે ગાળાગાળી કરી હતી. તેમજ ગામમાંથી બીજા માણસોને બોલાવ્યા હતા અને ભુસ્તર ખાતાના કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. પોતાની રેતી ભરેલી ટ્રકને ભગાવી મૂકી હતી. તેમજ આ તકનો લાભ લઇ ત્યાંથી રેતી ભરેલી બીજી બે ટ્રક નં (GJ -06 Y-9193) તથા ટ્રક નં (GJ- 16- 4664) લઈ ભાગી છૂટ્યા હતા. હિંસક બનેલા ટોળાએ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી સરકારી ગાડી નં (GJ- 18 AM 2844)નાં ડ્રાઇવર સાઇડનાં કાચ લોખંડની ટોમીથી તોડી ભયનું વાતાવરણ ઉભુ કર્યુ હતું. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલિસ આવતા હિસક બનેલું ટોળું ભાગી ગયું હતું . ત્યાર બાદ રોયલ્ટી ઈન્સ્પેક્ટર રવિભાઇ મનુભાઇ ચૌધરીએ કામરેજ પોલિસ મથકે નવ શખ્સો વિરુદ્ધધ પોલિસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં મુખ્ય આરોપી એવા નટુ પુના વસાવા તથા નરેન્દ્ર નટુ વસાવાની ઘરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલ્યા છે.

આરોપીના નામ
નટુભાાઇ પુનાભાઇ વસાવા, નરેન્દ્રભાઇ નટુભાઇ વસાવા (બંને રહે. આંબોલી ગામ)
ટ્રક નં GJ 06 Y 9193નો ચાલક તથા માલિક
ટ્રક નં GJ 16 4664નાં ચાલક તથા માલિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો