તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની રેડ:રૂ. 9.18 લાખનું શંકાસ્પદ સેનેટાઇઝર ઝડપાયું

નવાગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામરેજના શેખપુરમાં પોલીસની રેડ

કામરેજ તાલુકાના શેખપુર ગામની સીમમાં આવેલા ભક્તિધારા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટમાં બનાવેલી મકાનમાં બિનપરવાનગીથી સેનેટાઈઝર બનાવવામાં આવતું હોવીની બાતમી કામરેજ પોલીસને મળી હતી. જે આધારે કામરેજ પોલીસે રેડ કરતાં 9.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

શેખપુર ગામની સીમમાં ભક્તિધારા ઇંડસ્ટ્રીયલમાં પ્લોટ નં 80ના પાછળનાં ભાગે આવેલ મકાનમાં વગર પરવાનગીએ સેનેટાઈઝર બનાવવામાં આવી રહ્યું છે, અને ખાનગી રીતેે શંકાસ્પદ સેનીટાઇઝર બનાવી નાની મોટી પ્લાસ્ટીકની બોટલોમાં ભરી આપતાં હોવાની બાતમીથી કામરેજ પોલીસને મળી હતી. કામરેજ પોલીસે 24મી ઓગસ્ટે સાંજના સમયે રેડ કરી હતી.

રેડ દરમિયાન પોલીસને સ્થળ પરથી 9,18,598 રૂપિયાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે લીધો હતો. તેમજ કારખાનામાંથી બે શકદાર તરીકેે બે ઇસમો કિરણભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ (20) (રહે. કૂડીયાણા તા. ઓલપાડ જિ. સુરત) અને મંગેશભાઇ ફુલવાણી (રહે. સુરત) મળી આવ્યા હતા. કામરેજ પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...