ને.હા નંબર 48 પર આવેલા ખોલવડ તાપી નદી પુલ ક્ષતિ થયો હતો.અગાઉ પણ એ જ ક્ષતિ ગ્રસ્ત પુલની રીપેરીંગ કામગીરી ઘણી વાર થઈ ચૂકી છે. ત્યારે ખોલવડ તાપી નદી પરના પુલના બંને સ્પાનને જોડતી લોખંડની પટ્ટી તૂટી જતાં પુલ પર મોટી ગેપ પડી ગઈ હતી. ને.હા ઓથોરિટી દ્વારા ગત ગુરુવારના રોજ પુલની રીપેરીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48નો દરજ્જો ધરાવતા એવા પુલ પરથી દિવસ રાત ચોવીસ કલાક વાહન વ્યવહાર ધમધમતો હોય કામગીરી દરમિયાન ટ્રાફિક સમસ્યા વિકટ બની હતી. આથી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પુલની કામગીરી દરમ્યાન અમદાવાદ તરફથી આવતા ભારે વાહનો માટે ઘલા પાટીયાથી વાયા ઘલા થઈ કડોદરા,પલસાણા બારડોલી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે સુરત તરફ જતા ભારે વાહનોને ઘલા પાટીયા કટ પાસેથી નવી પારડી વાયા રંગોલી ચોકડી તરફ વાળવામાં આવ્યા હતા.
ગુરુવારના રોજ ચાલુ કરવામાં આવેલા પુલની રીપેરીંગ કામગીરી માટે દિવ્ય ભાસ્કર પ્રતિનિધિ દ્વારા પૂછતા ને.હા ઓથોરિટીના પ્રોજેક્ટ એન્જિનિયર પિયુષ જોહરીએ જણાવ્યું હતું કે પુલ પર કોંક્રિટ કામગીરી થયા પછી ઓછામાં ઓછા બે દિવસ બાદ અન્ય કામગીરી કરી શકાય કેમકે કોંક્રિટ મજબૂત થવો જરૂરી છે.
ત્યાર બાદ અન્ય કામગીરી કરી સંભવિત પુલ પરની ત્રણ લાઇનમાંથી બે લાઈન બે દિવસ બાદ શરૂ કરવામાં આવશે અને પુલની સંપૂર્ણ રીપેરીંગ કામગીરી 15 માર્ચ સુધીમા પૂરી કરી દેવામાં આવશે. આથી આવનાર અઠવાડિયા સુધી હજી ને.હા નંબર 48 પર ટ્રાફિક સમસ્યા રહેવાની સંભાવના નકારી શકાતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.