તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નવાગામમાં દારૂના કાર્ટિંગ વેળા રેઇડ, 6.15 લાખનો જથ્થો ઝબ્બે

નવાગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા એલસીબીએ નવાગામથી 6.15 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમે બાતમી આધારે બાતમી વાળા સ્થળે નવાગામ સોહમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા, પ્લોટ નં- 49માં આવેલ સિધ્ધી હેન્ડીક્રાફ્ટની બાજુમાં ખુલ્લી જગ્યામાં રાજુભાઈ (રહે કઠોદરા) નામના ઈસમે તેના સાગરીતો સાથે વિદેશીદારૂનો જથ્થો ઉતારી ત્યાંથી અલગ અલગ વાહનોમાં સગેવગે કરી રહેલ હતો. આ દરમિયાન એલસીબીની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ રાત્રીના અંધારનો લાભ લઈ ભાગવા લાગતા તેઓનો પીછો કરી બે ઈસમોને સ્થળ ઉપર પકડી પાડેલ હતાં.

જેમાં મનોજ ગરભુભાઈ પાસમા (રહે. સરભોણ, તા. બારડોલી) અને કનૈય નનકન સોની (રહે. નવાગમ ઉદ્યોગનગર)ને ઝડપી પાડ્યા હતાં. જ્યારે રાજુભાઈ (કઠોદરા) અને તેના માણસો, દારૂ ભરવા આવેલ એક્સયુવી કારનો ચાલક, ડસ્ટર કાર ચાલક, સફેદ અશોક લેલન ટેમ્પો તેમજ દારૂનો જથ્થો પુરો પાડનારને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે 5067 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત 5.18 લાખ અને અન્ય મુદ્દામાલ ળી કુલે 21,53,500નો મુદ્દામાલ સઝ કર્યો છે.

પકડાયેલા આરોપીઓ : મનોજ ગરભુ પાસમાં (સરભોણ) , કનૈયા નનકન સોની (રહે. નવાગામ)

વોન્ટેડ :રાજુ અને તેના 4થી5 માણસો તથા દારૂનો જથ્થો મોકલનાર અને જે કારમાં આવ્યા તેના ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...