તપાસ:ધોરણ પારડી ગામથી 85 હજારનો દારૂ ઝડપાયો, એકને વોન્ટેડ જાહેર કરતી પોલીસ

કીમ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઘરમાં મુકેલ વિદેશી દારૂનો 85 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કામરેજના ધોરણ પારડી ગામે પારસી ફરીયાના રેડ કરતા વિજય હસમુખભાઈ વસાવા રહે,ધોરણ પારડી,પારસી ફળિયું, તા-કામરેજ (ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી) હાર્દિક વિજયભાઈ વસાવા રહે, ધોરણ પારડી,પારસી ફળિયું, તા-કામરેજ, દિપક કાળીદાસ વસાવા રહે, ધોરણ પારડી, પારસી ફળિયું, તા-કામરેજના ઘરમાં ગેરકાયદે અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂ વહીસ્કી તથા બિયર ટીન બોટલ નંગ 844 મળી કુલ્લે 85,965 નો મુદામાલ ઝડપી પાડ્યો હતો.

કામરેજ પોલીસે ધોરણપારડીમાં જેને ત્યાંથી દારૂ મળ્યો એ આરોપી હિતેશ ઉર્ફે લાલુ ગોમનભાઈ વસાવા રહે,ખોલેશ્વર (દારૂ જથ્થો પૂરો પાડનાર )ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે હિતેશ ઉર્ફે લાલુ ગોમનભાઈ વસાવા વિરુદ્ધ નશાબંધી અધિનિયમ કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...