કામરેજ તાલુકાના કઠોર ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસને મળેલી બાતમીથી દરોડો પાડી રોકડા 75050રૂપિયા 3 વાહનોં કિં 60 હજાર તથા 12 મોબાઇલ કિં.74500 રૂપિયા મળી કુલ 2,09,550 રૂપિયા સાથે 11 જુગારિયાને ઝડપી પાડ્યા હતાં.
સુરત જિલ્લા પોલીસ અધિક્ષકની સુચનાથી પોહીબિશન તથા જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટેે પેટ્રોલિંગ દરમિયાન ગ્રામ્ય એલસીબીની ટીમને કઠોર ગામ દરજી ફળીયામાંં રહેતો ખાલીદ મહંમદ લોખાત તેનાંં મિત્ર સાથેે પોતાની માલિકીના મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપાનાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા તા.3-1-2023ના સાંજે 7.30 વાગે રેડ કરતા મકાનનાં અંદરનાં રૂમમાં ગોળ કુંડાળુ વળી જુગાર રમતા શખ્સને ઝડપી લીધા હતા.
તેમની પાસેથી દાવ પરનાં 21000 રૂપિયા અંગ ઝડતીનાં 54440 તથા એક મોપેડ બે મોટરસાઈકલ મળી કુલ 60,000 રૂપિયાનાં વાહનો તથા 12 નંગ મોબાઇલ કિં 74500 રૂપિયા મળી કુલ 20955 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરી હતી. મુખ્ય સુત્રધાર ખાલીદ મહંમદ લોખાતની પુછ પરછમાં મકાન તેની બહેનની માલિકીનું હોય અને બહારથી માણસો બોલાવી અવારનવાર જુગાર રમતા હોવાની કબુલાત કરી હતી.
સ્થળ પરથી પકડાયેલા જુગારીઓ
ખાલીદ મહંમદ લોખાત (રહે. કઠોર), દિનેશ ભુત (રહે. વરાછા સુરત), રવિ શિરોયા ( રહે. વરાછા સુરત), નિલેશ પરબદા (રહે. અમરોલી સુરત), હસમુખ કનસાગરા (રહે. બોમ્બે માર્કેટ સુરત), પ્રફુલ્લ ખેર (રહે. વ્રજચોક સરથાણા), મનિષ પટેલ (રહે. પુણાગામ), નિલેશ કંથારિયા (રહે. સચીન , સુરત), અબ્દુલ ઇસ્માઇલ બગીયા (રહે. કામરેજ), મુકેશ કુકડીયા (રહે. મોટા વરાછા), હસમુખ કથિરિયા (રહે. મોટા વરાછા સુરત)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.