કામરેજના પાસોદરા ગામેથી પોલીસે ક્રિકેટ મેચમાં ઓન લાઈન જુગાર પ્રવૃતિ ચલાવી રહેલા પુણા ગામના ઇસમની અટક કરી હતી. કામરેજ પીએસઆઈ વી.આર ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ કામરેજ પોલીસ ટીમના બિપીન રત્નાભાઈને મળેલી બાતમી મુજબ કામરેજના પાસોદરા ગામ તરફ જતા સુરભી સોસાયટી નજીક જાહેરમાં રેઇડ કરી હતી.
જ્યાં સ્થળ પર ઇંગ્લેન્ડ બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં મોબાઇલ દ્વારા વેબ સાઈટ માધ્યમથી આઇડી પાસ વર્ડ બનાવી ઓનલાઇન સટ્ટો રમાડી રહેલા વ્યક્તિની અટક કરી હતી. કામરેજ પોલીસે સ્થળ પરથી અટક કરેલ ઇસમની પૂછતાછ કરતાં ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરમાં જુદી જુદી આઇ ડી દ્વારા ચાલતી ક્રિકેટ મેચમાં ઓન લાઈન સટ્ટો ચલાવતો હતો.
વધુમાં તેણે નામ અમિત સોભાસણા હોવાનું જણાવ્યું હતું. ઓનલાઇન જુગાર માટેની લીંક સુરત વરાછા ચીકુ વાડી ખાતે રહેતા નિતેશ શેલડીયાએ તેને આપી હોવાની વિગત જણાવી હતી. કામરેજ પોલીસે 17,800 ના મુદ્દામાલ સહિત ઓનલાઇન સટ્ટો રમાડતા અમીત સોભાસણાની અટક કરી હતી, જ્યારે સટ્ટા માટેની લીંક આપનાર નિતેશ શેલડીયા રહે. ચીકુવાડી વરાછા સુરતને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.