કાર્યવાહી:આંબોલીથી પકડાયો ઓનલાઈન મટકાનો જુગાર, જેનું ઓપરેટિંગ બરોડાથી થતું હતું

નવાગામ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આંકડાની માફક હવે યંત્રોના ચિત્રો પર દાવ લગાવી રમાડાઇ રહ્યો છે જુગાર
 • ગ્રામ્ય LCBએ 18 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી, 917360નો મુદ્દામાલ જપ્ત

સુરત જીલ્લા એલસીબી ગ્રામ્ય પોલીસનેે આંબોલી ગામે સપનાનગરમાંં સંજયભાઇ ભરવાડના માલિકીના પતરાવાળી ચાલમાં ઇકબાલ બાઉદ્દીન સમા(40) નામનો ઇસમ પોતાની સાંઇ એજન્સી નામની દુકાનમાં તથા તેની બાજુની દુકાનમાં જુદા જુદા યંત્રોની નીશાનીઓ પર વર્લી ફીચરનાંં એકથી દશનાં જે પ્રકારના આંકડાઓ ખુલતા હોય તેેપકારે જુદા જુદા દશ યંત્રોના નીશાનીઓનોં ઉપયોગ કરી પૈસા વડેે હારજીતનો જુગાર રમી રમાડી રહેલ છે તે મુજબની બાતમી મળતા LCBની ટીમે તા.19-11-2021નાં સાંજે 6.15 કલાકે રેડ કરી ઓનલાઇન જુગાર રમાડવાની સાધન સામગ્રી સાથે જુગાર રમવા આવેલ 15 ઇસમોની અટક કરી હતી તથા એક કાયદાના સંઘર્ષમાં આવતો કિશાેર તથા મુખ્ય સુત્રધાર વડોદરાનાં હરેશભાઇ તથા મકાન માલિક સંજય ભરવાડ આંબોલીનેે વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસસૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આંબોલીનો ઈકબાલ બાઉદીન સમા તથા વોન્ટેડ આરોપી હરેશભાઈ નાઓ ભેગા મળી ઓનલાઈન સીસ્ટમથી ટી.વી સ્કિન ઉપર અલગ અલગ દશ યંત્રોના ચિન્હો દર્શાવતા અને આ યંત્રની નિશાનીઓનો કોમ્પ્યુટર સીસ્ટમ દ્વારા વર્લ્ડ ફીચર દ્વારા એકથી દશ આંકડાનો ઉપયોગ કરી ટી.વી. સ્ક્રીન ઉપર પ્રસિદ્ધ કરતાં. ઓનલાઈન જુગાર રમવા માટે આવતા ગ્રાહકો દર પંદર મિનીટે સ્કીન ઉપર બતાવેલ કોઇપણ યંત્રની નિશાની ઉપર નશીબ અજમાવા માટે યંત્રની નિશાનીઓ પસંદ કરી,

તેના ઉપર નશીબ અજમાવા માટે રૂપિયા દાવ ઉપર લગાવતા હતાં. જે યંત્રની નિશાની ખુલે તે નિશાની પર પૈસા દાવ ઉપર લગાવેલ હોય તો તે પૈસા લગાવનાર ગ્રાહક 11 રૂપિયાના 100 રૂપિયા જીતી જતા હતા. આ પ્રકારે માણસોને પૈસાવડે ઓનલાઇન જુગાર રમાડી મોટો આર્થિક લાભ મેળવતા હતા. આ ઓનલાઈન જુગારની સીસ્ટમ ઓપરેટ કરનાર મુખ્ય આરોપી હરેશ વડોદરાથી આ જુગારની પ્રવૃતિ ઓપરેટ કરતો આવેલ હતો.

કોમ્પયુટર સ્ક્રિન પર દર 15 મિનિટે દેખાતા વિવિધ ચિન્હો પર દાવ લાગતો હતો
પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા 17280 ~ અંગ ઝડતીનાં 43080 ~ તથા ઇકબાલ શમાની ઇનોવાં કારમાંથી મળેલા રોકડા 1,00,000 મળી કુલ 1,60,360 ~ તથા કોમ્પયુટર સેટ નંગ 3 કિં.60,000 ~ તથા ટી વી સ્કીન નંગ 45,000 ~ મોબાઇલ નંગ 13 કિં.1,32,000,વાહનો નંગ 5 કિં. 5,20,000 મળી કુલ 9,17,360નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યા છે.

જુગારની સિસ્ટમ ઓપરેટ કરનાર વડોદરાનો યુવક વોન્ટેડ

 • ઇકબાલ બાઉદ્દીન સમા (40) (રહે.આંબોલી સ્ટારનગર મ નં 428)
 • શબ્બીર જાઉદ સીદાત (રહે. કઠોર સ્વાગત રેસી.બી 2 ફ્લેટ નં 401)
 • બસીરશા ઉસ્માનશા (રહે. ફકીર સપનાનગર આંબોલી જાનુ એપાટઐમેન્ટ બિલ્ડીંગ 1 ફલેટ નં 3)
 • નિતેશ માથુર કટારા (રહે. આંબોલી શક્તિનગર રૂમ નં 1)
 • આરીફ અલાઉદ્દીન ઝાખરા (રહે. અભયનગર નેરી નં 4, અજુન ખત્રીનાં મકાનમાં ભાડેમાં)
 • જાવેદ રહીમ અબ્દુલ શેખ (રહે. ખોલવડ અકબરની વાડી એ 1 ટાવર ફલેટ નં 103)
 • રાજુ ગુરજી ચરપોટા (રહે. આંબોલી પાણીની ટાંકી પાસે ખુલ્લામાં પડાવમાં)
 • રહીમશાં અમીનશા ફકીર (રહે. આંબોલી કુંભાર ફળીયું)
 • હનીફ કાસીમ શેખ (રહે. આંબોલી સરદાર કોમ્પલેક્ષ)
 • ઇમ્તિયાઝ હનીફ શેખ ( રહે. રાણી મહોલ્લો ખોલવડ)
 • કલ્પેશ ધીરૂ મીસ્ત્રી (રહે. આંબોલી લક્ષ્મેશ્વર નગર મ નં 202)
 • મુકેશ કલજી ડાભી (રહે. આંબોલી પાણીની ટાંકી પાસે ખુલ્લા પડાવમાં)
 • મહેબુબ અબ્દુલ સુમરા (રહે. આંબોલી સ્ટારનગર)
 • ધનરાજ દિપક વાંસફોડિયા (રહે. સપનાનગર આંબોલી)
 • બીલાલ યુસુફ આકુજી (રહે. બદાત ફળીયું કઠોર)
 • અબ્દુલ કાદર મહારૂશા ફકીર (રહે. કઠોર તાપી નદીનાંં પાળા પર)
 • હરેશભાઇ વોન્ટેડ (રહે .વડોદરા)
 • સંજય ભરવાડ (રહે. આંબોલી પાણીની ટાંકી પાસેે પ્રાથમિક શાળાની પાછળ)
અન્ય સમાચારો પણ છે...