અકસ્માત:કામરેજ કેનાલ રોડ પર ભાઇની નજર સામે ટ્રકચાલકે રોડ ક્રોસ કરી રહેલી બહેનને કચડી

નવાગામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાઇને મળવા જતી હતી ત્યારે કાળ બનીને આવેલી ટ્રકે અડફેટે લીધી

કામરેજના બાપા સીતારામ ચોક ખાતે બ્યુટીપાર્લરમાં ગયેલી બહેન ભાઈને જોઈને મળવા આવતાં કામરેજ ચાર રસ્તા તરફથી આવતી ટ્રકે બહેનને અડફેટમાં લેતા તેના ઉપરથી ટ્રક ફરી જતાં ભાઈની નજર સામે બહેનનું મોત નીપજ્યું હતું. કામરેજ કેનાલરોડ પર બાપા સિતારામ ચોકની બાજુમા સાશ્વત વીલા સોસાસયટીનાં ઘર નં 78માં રહેતા હેતનભાઇ પરમાર માતા કમળાબહેન તથા પિતા દિલીપભાઇ તથા નાનોભાઇ રવિ તથા બહેન રચના સાથે રહે છે , જ્યારે સૌથી મોટી બહેન પૂનમ (24)નાં લગ્ન બે વર્ષ પૂર્વે સરથાણા જકાતનાકા રાજહંસ સોસાયટીમાં રહેતા અંકુર ગોહિલ સાથે થયા હતા. જેમને સંતાનમાં નવ માસનો છોકરો છે.

8 ફેબ્રુઆરીનાં સાંજે 6 વાગે પૂનમ પતિ અંકુર સાથે બાપા સિતારામ ચોક નજીક બ્યુટી પાર્લરમાં આવી હતી. અંકુર પાર્લરની નીચે ઉભો હતો. સાતેક વાગે પૂનમ પાર્લરમાંથી બહાર આવી હતી, ત્યારે પાર્લરની સામે કભાઇ હિતેનને ઉભેલો જોઇ રોડ ક્રોસ કરી ભાઇને મળવા જતી હતી. ત્યારે રોડ વચ્ચેનાં ડીવાઇડર ઓળંગી એકાદ ડગલું આગળ વધતા કામરેજ ચાર રસ્તા તરફથી ધસમસતી આવેલી એક ટ્રક નં (GJ -05 YY-7438)નાં ચાલકે પૂનમને અડફટે લેતા ટ્રકનાં ભારેખમ પૈંડા પૂનમનાં માથા તથા ચહેરા પરથી ફરી વળતા માથાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

રોડની એક બાજુ પતિ અને બીજી બાજુ ભાઇની નજર સામે પૂનમબેનનું કમકમાટીભર્યુ મોત નીપજતા પરિવાર આઘાતમાં સરી પડયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રોડની સાઇડે મુકી ફરાર થઇ ગયો હતો. જે અકસ્માત મોતની ફરિયાદ હિતેન પરમારે ટ્રક નં (GJ 05 YY 7438)નાં ચાલક વિરૂદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...