તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:નાયબ કલેકટરના હુકમ બાદ પણ RTI અંતર્ગત માહિતી ન અપાઇ

નવાગામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારે વિગત ન આપતાં ખેડૂતે ગાંધીનગરની વાટ પકડી

કઠોર ગામે રહેતા ખેડૂતની જમીનની 7/12ની નકલમાં ચેડા થયા હોવાનું માલૂમ થતાં લેખિત ફરિયાદ કરી હોવા છતાં કોઈ યોગ્ય ઉત્તર ન મળતાં આખરે આરટીઆઈ કરી અને આરટીઆઈ અંગે કામરેજ ના. કલેક્ટરે 7 દિનમાં માહિતી આપવાનો હુકમ કર્યો હોવા છતાં મામલતદારે અરજદારને માહિતી આપી નથી. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કઠોર ગામ મુસ્લિમ ફળીયામાં રહેતા મોહમદ ઇલ્યાસ અબ્દુલ કાદર શેખે વર્ષ 2016માં સુરત જિલ્લા કલેકટરને કઠોર ગામની એન્ટ્રી નં 1252 સાથે ચેડા થયાં હોવાની લેખિત ફરિયાદ કરી હતી. જેે તપાસ અર્થે નાયબ કલેકટર કામરેજને મોકલી હતી. નાયબ કલેકટર કામરેજ તરફથી મામલતદાર કામરેજને તપાસ કરવા જણાવવામાં આવ્યું હતું.

જે તપાસની વિગત મામલતદાર કામરેજ તરફથી કોઇ વિગત જણાવવામાં ન આવતા જાણકારી મેળવવા અરજદારે તા. 25-11-2020નાં નાયબ કલેકટર કામરેજનેે આરટીઆઇ અરજી કરી હતી. જે નાયબ કલેકટરે કામરેજ મામલતદારને રીફર કરી અરજદારની માહિતી આપવા જણાવ્યું હતું. જે RTI અરજીની પણ કોઇ માહિતી નહિ આપતા પ્રથમ અપીલ અરજીના.કલેકટર કામરેજને કરી હતી.

જેે અપીલની સુનાવણીમાં મામલતદાર કામરેજ તરફથી કોઇ જવાબ ન મળતા નાયબ કલેકટર કામરેજે તા. 21-5-2021નાં દિન 7 માં માહિતી આપતો હુકમ કર્યો હતો. જે હુકમથી અરજદાર ઇલ્યાસ શેખ માહિતી લેવા જતાં મામલતદાર કામરેજ તરફથી માંગેલ કોઇ માહિતી પુરી પાડવામાં આવી ન હતી.જેથી હવેે અરજદાર ખેડૂત ઇલ્યાસ શેખને માહિતી ન મળતા બીજી અપીલ માટે હવે માહિતી આયોગ ગાંધીનગરની વાટ પકડવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...