ફરિયાદ:માતાપિતાના છુટાછેડા બાદ નાનીએ મોટો કર્યો, નાનીનું મોત થતાં પિતા પાસે આશરો લેવા આવ્યો તો માર મારી હાંકી કાઢ્યો

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ એન્જિન્યિંગનાં બીજા વર્ષમાં ભણતાં યુવકની કરૂણ કહાની
  • ઢીક મુક્કીનો માર મારી જાનથી ધમકી આપનારા વેલંજામાં રહેતા પિતા સામે દીકરાએ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી

બાળપણમાં માતાપિતાએ છુટાછેડા લેતાં માતા સાથે નાનીનાં ઘરે રહેતો હતો. થોડા સમય બાદ માતા પણ કયાંક ચાલી જતાં પિતાએ જવાબદારી નાનીને સોંપી હતી, પરંતુ વર્ષ 2020માં કોરોનામાં નાનીનું મોત નીપજ્યું હતું. નિરાધાર બની ગયેલા યુવકે કોલેજની ફી નહીં ભરી શકતા અભ્યાસ અધુરો છોડી દેવાની નોબત આવી. છેવટેે વેલંજા રહેતા પિતાનાં ઘરે આશરો લેવા આવતા પિતાએ ઢીક્કા મુક્કીનો માર મારી ઘરમાંથી કાઢી મુક્યો અને હાથ ટાંટિયા તોડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં છેવટેે પિતા વિરુધ કામરેજ પોલીસ મથકેેફરિયાદ નોંધાવી હતી.

ઉત્સવ ધર્મેશભાઇ સોલંકી (20) અભ્યાસ બીજા વર્ષ સિવિલ એન્જીનિયર ગાંધી એન્જિનિયરીંગ કોલેજ સુરત (હાલ રહે. ખાંડકુવા સ્ટ્રીટ જીમખાનાં રાંદેર સુરત મુળ ગામ વેલંજા માહ્યાવંશી ફળીયું, કામરેજ) માં રહેતા પિતા ધર્મેશભાઇ રમણભાઇ સોલંકી તથા માતા હિનાબહેનનું એક માત્ર સંતાન છે. પિતા રમણભાઇ એલઆઇસીમાં નોકરી કરે છે. બાળપણમાં માતાપિતા વચ્ચે સતત ઝઘડાઓ થતાં હોય. ઉત્સવ 8 વર્ષનો હતો ત્યારે ધર્મેશ અને હિનાબહેને છુટાછેડા લઇ લીધા હતાં. છુટાછેડા બાદ ઉત્સવ માતા હિનાબહેન સાથેે રાંદેર ખાંડકુવાં સ્ટ્રીટમાં રહેતી નાની હંસાબેન જયંતિલાલ રાંદેરિયાને ત્યાં રહેવાં આવ્યો હતો.

થોડાં સમય બાદ માતાં હિનાબહેન પણ ઉત્સવને છોડીને ક્યાંક ચાલી જતાં ઉત્સવની સારસંભાળની જવાબદારી નાનીએ ઉપાડી લીધી હતી. પિતા ધર્મેશભાઇ ઉત્સવનેે જોવાં કયારેક આવતાં ત્યારે નાની હંસાબહેન ઘર્મેશને તમે તમારા પુત્રને લઇ જાવ ત્યારે પિતાએ તમેે ઉત્સવની સારી દેખરેખ રાખો છો. જેથી તમે ઉત્સવનેે હાલ સંભાળો હું થોડા સમય પછી સાથે લઇ જઇશ.ત્યારબાદ ધર્મેશે બીજા લગ્ન કરી લીધાં હતા. તેથી નાની હંસાબહેનેે ધર્મેશને કહ્યુ હતું કે તમે ઉત્સવનેે સાથે લઇ જાવ તેને બીજી માતા પણ મળશે. પરંતુ ત્યારે પણ ધર્મેશ ઉત્સવને નહીં લઇ ગયો હતો.

ત્યાર બાદ વર્ષ 2020માં નાની હંસાબહેનનું કોરોનામાં મોત થઇ ગયું હતું. ઉત્સવ એકલો પડી ગયો હતો. તેની સારસંભાળ રાખવા કોઇ રહ્યું હતું નહીં. તેનાં અભ્યાસનો ખર્ચ પણ નાની આપતી હતી. નાનીનાં મરણ બાદ સિવિલ એન્જિયરિંગનાં કોલેજનાં બીજા વર્ષની ફી પણ નહીં ભરી શકતા અભ્યાસ છોડી દેવાે પડ્યો હતો. સારસંભાળ રાખવાવાળું કોઇ નહીં હોય તા 14-4-2022 નાંં સવારે 10.15 વાગ્યે વેલંજા ખાતે પિતા ધર્મેશભાઇને ત્યાં રહેવા આવ્યો હતો.

ત્યારે પિતા ધર્મેશે ઘરમાં આવવા દીધો ન હતો, અને દરવાજો બંધ કરી દીધો હતો. જેથી ઉત્સવે ડોરબેલ વારે ઘડીએ વગાડતા ધર્મેશે એકદમ ઉશ્કેરાઇ જઇ ઢીક્કા મુક્કીનો માર મારી હવે પછી તું જો મારા ઘરે આવીશ તો તારા હાથ ટાંટિયા તોડી નાંખીશ અનેે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી નિરાધાર બની ગયેલા ઉત્સવે પિતા ધર્મેશભાઇ રમણભાઇ સોલંકી (રહે વેલંજા) વિરુધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...