અકસ્માત:લગ્નમાં હાજરી આપી પરત ફરતી વેળા બાઇક સ્લીપ થતાં ઘવાયેલી માતાનું મોત

નવાગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતના માતા-પુત્રને નવાગામ પાસે અકસ્માત નડ્યો

કામરેજ તાલુકાના ખોલવડ ગામે લગ્ન પ્રસંગમાં સુરતથી માતા પુત્ર મોટરસાઈકલ પર આવ્યા હતાં. લગ્ન પતાવી પરત ઘરે ફરતી વેળાએ મોટરસાઈકલ સ્લીપ થઈ જતા માતાને ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું.27મી ફેબ્રુઆરીના રોજનાંં ખોલવડ ગામે લગ્ન પ્રસંગમાં પોતાનાં દિકરા સતિષભાઇ ઇશ્વરભાઇ પટેલની મોટરસાઈકલ નં (GJ-05DF-1617) પર સુરત શહેર ધાસ્તીપુરા જુની આંગણવાડી ખાન સાહેબનું ભાથું ખાતે રહેતી વૃદ્ધાં સવિતાબહેન આવ્યાં હતાં. લગ્નમાં હાજરી આપી દાદાભગવાન મંદિર નજીક રહેતી સબંધી ભુલી માસીને મળવા ગયા હતા.

સાંજે ચારેક વાગે કામરેજથી સુરત જતાં હતા ત્યારે નવાગામની હદમાંં શાંતિનગર સોસાયટીનાંં ગેટ સામે મોટરસાઈકલ સ્લીપ થઇ જતાં પાછળ બેઠેલા સવિતાબહેનને દાઢી ઉપર જમણા ગાલ પર ડાબી આંખ પર તથાં માથામાંં ગંભીર ઇજા થઈ હતી. રામપુરા લોખાત હોસ્પિટલમાંં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તા. 4-3-2022નાંં સવારે 9.45 વાગ્યે મોત નીપજ્યું હતું. સવિતાબહેનની પુત્રી ઇલાબહેન મહેન્દ્રભાઇ પટેલ (રહે રણોલી શીવનિવાસ વડોદરા) એ પોતાનાં ભાઇ સતિષ સામેે પુરઝડપેે અને ગફલતભરી રીતેે બાઇક ચલાવી સ્લીપ ખવડાવી મોત નીપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...