તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:દિગસ ગામે 4 એનઆરઆઇના મકાનમાંથી લાખોની મતા ચોરાઇ

નવાગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • બંધ ઘરોની રેકી કર્યા બાદ ચોરીને અંજામ અપાયાની શક્યતા

કામરેજ તાલુકાના દિગસ ગામે 28મી ડિસેમ્બરની રાત્રે એનઆરઆઈના બંધ ચાર મકાનના દરવાજાના તાળા તોડી તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નરેશભાઈ શંકરભાઈ દેસાઈ, નારણભાઈ નરસિંહભાઈ દેસાઈ, બાબુભાઈ લખાભાઈ ભક્ત ત્રણે અમેરિકામાં વસવાટ કરે છે. જ્યારે નીતિનભાઈ ભીખાભાઈ દેસાઈ (રહે. બારડોલી) ચારે મકાન બંધ રહેતા હોય. 28મી ડિસેમ્બરના રોજ રાત્રે ચાર ઈસમો ચોરી કરવાના ઈરાદે મકાનના તાળા તોડી ચોરી કરવા મકાનમાં ઘૂસ્યા હતાં. નરેશભાઈ શંકરભાઈ દેસાઈના મકાનમાંથી કબાટ તોડી 30 તોલા ચાંદી તથા રોકડા 20 હજારની ચોરી કરી હતી. જ્યારે અન્ય મકાન માલિકો વિદેશમાં રહેતા હોય જેથી કેટલાની ચોરી થઈ તે અંગે વિગત મળી શકી નથી.

મધ્યરાત્રે આવેલા 4 તસ્કર CCTVમાં કેદ
28મી ડિસેમ્બરની રાત્રીના 12.45થી 2.20 કલાક દરમિયાન ચાર તસ્કરો ફળિયામાં ચાલતા જોવા મળ્યા છે. જેમાંથી એક ભૂરા કલરની ટીશર્ટ અને બીજાએ પીળા કલરનું શર્ટ તથા ત્રીજાએ લાલા કલરની ટીશર્ટ પહેરેલ છે. અને ચોથા વ્યક્તિએ ધાબળો ઓઢેલ છે. 4 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચારે તસ્કરો પસાર થયા બાદ સિક્યુરિટી અથવા વોચમેન જેવો માણસ હાથમાં લાકડી લઈને પસાર થતો જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો