અકસ્માત:માલેગાંવ-બરોડા બસ પલટી 10થી વધુ મુસાફરોને ઇજા

નવાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બસ પલ્ટી મારતા આગઇનો કાચ તોડી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. પલટી મારેલી બસ અને સારવાર લઈ રહેલા મુસાફરો. - Divya Bhaskar
બસ પલ્ટી મારતા આગઇનો કાચ તોડી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. પલટી મારેલી બસ અને સારવાર લઈ રહેલા મુસાફરો.
  • રાયપુર નજીક કાચ તોડીને મુસાફરોને બહાર કઢાયા

મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના રાયપુર ગામ પાસે નદી પાસે માલેગાંવ-બરોડા બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ગઇ હતી. આ અકસ્માતમાં 10થી 15 મુસાફરોને વધતી ઓછી ઈજા થઈ હતી. જોકે, અકસ્માતમાં જાનહાની થઈ નથી.

નવાપુર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માલેગાંવથી બરોડા તરફ જતી બસ નંબર GJ 18 Z 6858 સોમવારે સવારે 11 વાગ્યે રાયપુર નદી પાસે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં પલટી ગઈ હતી. બસમાં મુસાફરો હોય, બસના આગળના કાચ તોડીને બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. એક તરફ વરસાદ ચાલુ અને અકસ્માતની ઘટનાથી મુસાફરો ભયભીત થઈ ગયા હતા. અકસ્માત સ્થળે સ્થાનિક લોકો આવી ખાનગી વાહનોમાં હોસ્પિટલ લઈ ગયા હતા. બાકીના મુસાફરોને મહારાષ્ટ્ર પરિવહન વિભાગના નવાપુર બસ સ્ટેન્ડમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાસિર પઠાણ અને વિક્કી વાળાએ ઘટનાસ્થળે ઇજાગ્રસ્ત મુસાફરોને મદદ કરી હતી. નવાપુર કૃષિ વિભાગના કર્મચારી યોગેશ ભમરેનો પરિવાર અકસ્માતમાં ઘાયલ થયો છે.યોગેશ ભમરે ( 39), યશશ્રી ભમરે (9)છોકરીના માથામાં વાગ્યું છે. 31 વર્ષીય જ્યોતિ ભામરેને સામાન્ય ઇજાઓ થઇ હતી અને નવાપુર શિવશાંતિ અકસ્માત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય મુસાફરોને પણ નાનીમોટી ઇજા થઇ હોવાનું જાણવા મળેલ છે.

ઇજાગ્રસ્તોના નામ

  • અશોક વિઠ્ઠલ કુવર ( 68)
  • નિર્મલા અશોક કુમાર ( 62) (બંને રહે, બી 301 રચિતા રેસિડેન્સી બાજવા બરોડા)
  • વેલજી નુરા ગાવિત (55) (રહે, બોરઝાર, નવાપુર)
  • યોગેશ વામનરાવ ભામરે, (39)
  • યશશ્રી યોગેશ ભમરે (9)
  • જ્યોતિ ભમરે (31) (ત્રણે રહે, દિગંબર પાડવી સોસાયટી, નવાપુર)
અન્ય સમાચારો પણ છે...